28.7 C
Gujarat
December 22, 2024
EL News

લેપટોપ પર કામ કરતા થાકી જાય છે આંખો? આ ઉપચારથી મળશે આરામ

Share
Eye Strain Due To Laptop:

થોડા દાયકાઓ પહેલા આંખના દુખાવાની કે થાક લાગવાની સમસ્યા ઘણી ઓછી હતી, કારણ કે તે સમયે લોકો ટીવી સ્ક્રીનના કારણે જ આંખોને નુકસાન પહોંચાડતા હતા, પરંતુ બદલાતા સમય સાથે ટેક્નોલોજીનો ઘણો વિકાસ થયો છે અને હવે બાળકો, વૃદ્ધો અને યુવાનો દરેક ઉંમરના લોકો તેમનો મોટાભાગનો સમય લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ અને સ્માર્ટ ટીવીની સામે વિતાવે છે. આ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની સ્ક્રીનમાંથી નીકળતી લાઈટની આપણી આંખો પર ખરાબ અસર પડે છે, જેના કારણે સમસ્યા વધી જાય છે.

Measurline Architects
Click Advertisement To Visit

સ્ક્રીન સામે વધારે સમય વિતાવવું ખતરનાક

સ્ક્રીનની સામે સતત સમય વિતાવવાને કારણે આંખોમાં થાક લાગે છે, સાથે જ આંખોમાં પાણી આવવું, વિઝન નબળું થવું જેવી સમસ્યાઓ આવી જાય છે, આવી સ્થિતિમાં ગભરાવાની જગ્યાએ કેટલાક સરળ ઉપાયો કરી શકાય છે. જે ટૂંક સમયમાં રાહત આપશે.

આ પણ વાંચો… મોદી સરકાર દર મહિને આપશે 3 હજાર રૂપિયા પેન્શન

આંખોની થાકને આવી રીતે કરો દૂર

સ્વચ્છા પાણીથી મસાજ

જો તમારી આંખો લેપટોપ કે કોમ્પ્યુટર પર સતત કામ કરવાથી થાકી ગઈ હોય તો એક વાસણમાં સ્વચ્છ પાણીને ગરમ કરો અને તેમા કોટન બોલ્સને નાખી દો. હવે આ કોટનના ટુકડાને બહાર કાઢીને આંખોની મસાજ કરો. તમે તેને પાંપણો પર પણ રાખી શકો છો, તેનાથી સમસ્યા દૂર થશે. કોટનમાંનું પાણી વધુ ગરમ ન હોવું જોઈએ તેનું ધ્યાન રાખો નહીંતર નુકસાન થશે.

ડાર્ક મોડમાં યૂઝ કરો ગેજેટ

સામાન્ય રીતે આપણે રાત્રે અંધારામાં મોબાઈલ કે લેપટોપ ચલાવીએ છીએ અને તેના પ્રકાશથી આપણી આંખો પર સ્ટ્રેન આવે છે અને તે દુઃખવા લાગે છે. ડાર્ક મોડમાં ગેજેટ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો અને સાથે-સાથે એક વખત આંખો બ્લિંક કરતા રહો. લેપટોપ પર કામ કરતી વખતે થોડો બ્રેક લેવો પણ જરૂરી છે. જો આંખો ડ્રાય થઈ ગઈ હોય તો ડોક્ટરની સલાહ પર આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરો

બરફથી કરો મસાજ

જ્યારે આંખોમાં થાક આવે છે, ત્યારે લોકો સામાન્ય રીતે આંખો પર ઠંડા પાણીનો છંટકાવ કરે છે અથવા ચહેરો ધોઈ નાખે છે. જો તમે ઇચ્છો તો તમે બરફનો ઉપયોગ કરી શકો છો. તેના માટે કોટનને બરફ પર ઘસો, પછી તેને આંખો અને પાંપણો પર લગાવો. આ મસાજથી તમને ઘણી રાહત મળશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

દાદાનાં પ્રયાસો અને સંકલ્પ થી અંગદાન કરવામાં ગુજરાત રાષ્ટ્ર માં પ્રથમ.

elnews

હેર કેર ટિપ્સઃ આ રીતે અખરોટનો ઉપયોગ કરો, વાળ કમર સુધી લાંબા થશે

elnews

ગોવાની મુલાકાતથી ત્વચાની ટેનિંગથી છુટકારો મેળવવો

elnews

Leave a Comment

error: Content is protected !!