Mahisagar :
ટાઇગર ઇઝ બેક:મહીસાગરના ખાનપુરના જંગલમાં વાધ ફરતો હોવાનો વિડીયો સોસિયલ મિડીયામાં વાયરલ થયો હતો.
સ્થાનિક ગ્રામજનોએ વાધ હોવાનું દાવો કર્યો: રોજ રાતે પશુઓનું મારણ કરતા ગામજનોમાં ભય.
વન વિભાગે વાધ હોવાની પુષ્ટિ કરી નથી: વર્ષ 2019 માં મહિસાગરમાં વાધ દેખાયો હતો.
મારણ કરવા આવેલા વાધના પંજાના નિશાન પડયા હોવાનું ગામજનોએ જણાવ્યું.
વાઇરલ વિડીયો અને પંજાના નિશાનની તપાસ ચાલુ છે: વન વિભાગ
15 દિવસથી બકરા, ગાય સહીતના પશુઓના મારણ થતાં ગ્રામજનોમાં ફફડાટ
મહિસાગર જીલ્લા માં ફરી એકવાર વાઘ (ટાઇગર) જોવા મળ્યો હોવાનો દાવો ગામજનો લગાવી રહ્યા છે.મહિસાગર જિલ્લા ના ખાનપુર ના જેઠોલા ગામે છેલ્લા 15 દિવસથી બકરા, ગાય સહીતના પશુઓના મારણ થતાં ગ્રામજનોમાં ફફડાટ પેસી ગયો હતો.
ગત રાત્રી એ ફરી બકરા અને નીલ ગાય ની મારણ કરી ઘર ની બહાર બાંધવામાં આવેલ બકરા નું પણ મારણ કરાયું હોવનું હાલ ગામ લોકો જણાવી રહ્યા છે. મારણ કરતો હિંસક પ્રાણી વાઘ હોવાનું ગ્રામજનોએ દાવો કર્યો હતો.
પશુઓના મારણ કર્યા બાદ વાઘના પંજા જેવા નિશાન જોવા મળ્યા
ખાનપુરના જંગલમાંથી વાધ આવતો હોવાની જાણ ગામ લોકો દ્વારા વન વિભાગ ને જાણ કરી છે. ત્યારે વન વિભાગ દ્વારા વાઘ ની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ વન વિભાગ દ્વારા જંગલ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે.
ખાનપુર વન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી હોવાનું ત્યારે વાઘ હોવાનું પણ નકારી ન શકાય તે દિશા માં તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જિલ્લા ના મુખ્ય વન અધિકારી એન વી ચૌધરી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ સોશિયલ મિડીયા પર વાઘ જંગલમાં ફરતો હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. અને વાઘનો વિડીયો ખાનપુર તાલુકાનો હોવાનું લાગી રહ્યું છે. રાત્રે પશુઓના મારણ કર્યા બાદ વાઘના પંજા જેવા નિશાન જોવા મળ્યા હતા.
ત્યારે વાઇરલ વિડીયો ખાનપુરના જંગલ નો છે કે નહિ તેમજ પંજાના નિશાન વાઘનાં છે કે દિપડાના તે દિશામાં વન વિભાગ તપાસ હાથ ધરી રહ્યું છે.હાલ તો વન વિભાગ જંગલ વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા સહિતની કામગીરીમાં જોતરાઇ ગયું છે.
મહીસાગર જિલ્લા માં ફરી વાઘ હોવા ના સમાચાર સામે આવી રહ્યા છે
3 વર્ષ પહેલા વાઘ હોવાની ગ્રામજનોએ વાત વહેતી કરી હતી સ્પષ્ટ વાઘ ફોટા પાડી ને પણ વન વિભાગને આપવામાં આવ્યા હતા પરંતુ વન વિભાગ દ્વારા દીપડો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું હતું.
એવા સમય માં લુણાવાડા તાલુકા ના કંતાર ના જંગલ માંથી વાઘ નો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે મહીસાગર જિલ્લા માં ફરી વાઘ હોવા ના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ફરી આવી બેદરકારી છતી ન થાય તે હેતુ થી વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરી જતન કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.
જિલ્લા મુખ્ય વન અધિકારી સાથે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 3 વર્ષ અગાઉ મહિસાગર જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો. હાલ જંગલમાં વાઘ ફરતો હોવાની વાત મને મળી છે. વાઇરલ વિડીયો નો સ્થળ ખાનપુરના જંગલનું છે કે નહિ તેની પણ તપાસ કરીશું.
વાઘ ઉચાં ઝાડ પર પંજાના નિશાન કરતો હોવાથી ઉચાં ઝાડ પર વન વિભાગ ચેકીંગ કરી રહ્યું છે. વાઘ ના પંજા 15 થી 20 સેમી લાંબા અને પહોળા હોય છે. મળેલા પંજાની અને મારણ કરેલા પશુઓમાં દાંત કેટલે સુધી ઉડાં ઉતરેલા છે. તેની તપાસ કરાવીશું હાલ જંગલમાં વાઘ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી પણ જો વાઘ હશે તો તેની જાળવણી કરીશું: એન વી ચૌધરી,જિલ્લા મુખ્ય વન અધિકારી, મહીસાગર
આ પણ વાંચો…ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે આ છોડના પાન
બેટરીના અજવાળે વાઘને જોયો
સ્થાનિક સુખાભાઈ એ જણાવ્યું હતું કે રાતે વાઘ આવીને પશુઓનું મારણ કરે છે. અત્યાર સુધી બકરા તેમજ ગાય મળીને 5 પશુઓને મારી નાખ્યા છે. રાતે ઢોરોને દોડાવે છે. જેથી અમને લોકોને ડર લાગી રહ્યો છે. ખેતરમાં બેટરીના અંજવાળે દેખ્યું તો વાઘ ઉભો થયા પછી બેસી જતો હતો. અમને વાઘ જોવા મળતા વન વિભાગને જાણ કરી છે: સુખરાભાઇ શના, સ્થાનીક ગ્રામજન
વન વિભાગ દ્વારા જંગલમાં તપાસ હાથ ધરવામાં આવી.
વાઘ હોવાનું નકારી ન શકાયઃ જિલ્લાના મુખ્ય વન અધિકારી
1 comment
[…] […]