Income Tax Deptt: જો તમારી પાસે પણ પેન કાર્ડ (PAN Card) છે અને તમે તેને હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે છે. સરકાર દ્વારા પેન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી બનાવવામાં આવ્યું છે. તેના માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો કોઈ કારણોસર તમે 31 માર્ચ સુધી પેન કાર્ડ અને આધારને લિંક નહીં કરો તો તમારું પેન કાર્ડ નિષ્ક્રિય (Deactivate) થઈ જશે. જો પેન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જાય, તો તમે ઈનકમ ટેક્સ રિટર્ન પ્રોસેસ નહીં કરી શકો.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કરી ટ્વીટ
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ફરી એકવાર પેન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે ટ્વીટ કર્યું છે. તે જણાવે છે કે આવકવેરા અધિનિયમ (Income Tax Act) 1961 મુજબ, તમામ પેન કાર્ડ ધારકો કે જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી તેમના માટે 31 માર્ચ, 2023 સુધીમાં તેમના પેન નંબરને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે.
આ પણ વાંચો…શિયાળામાં આનું સેવન અવશ્ય કરો સમસ્યાઓ નિયંત્રણમાં રહેશે
આખરે આધારને પેન સાથે લિંક કેમ કરાવવામાં આવી રહ્યું છે ?
પેન કાર્ડનો ઉપયોગ નાણાકીય વ્યવહારોના રેકોર્ડ રાખવા માટે થાય છે. આ નંબરથી સરકાર લોકોના ઈન્કમ ટેક્સની માહિતી રાખે છે. નાણાકીય વ્યવહારોનો રેકોર્ડ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવે છે, જે સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હેઠળ છે. દેશની કોઈપણ વ્યક્તિ અથવા કંપનીની માહિતી એક જ પેન નંબરથી રેકોર્ડ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકારી નિયમો મુજબ વ્યક્તિ ફક્ત એક જ પેન કાર્ડ મેળવી શકે છે, પરંતુ પહેલાના સમયમાં જો કોઈ વ્યક્તિ બે કે તેથી વધુ પેન કાર્ડ મેળવતો હતો, તો તે સરળતાથી પકડાતો ન હતો. પરંતુ આધાર કાર્ડ સાથે લિંક થયા બાદ હવે વધારે પેન કાર્ડ મેળવી નહીં શકે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ બે પેન કાર્ડ રાખે છે, તો તે આપમેળે ડિએક્ટિવેટ થઈ જશે. કોઈપણ રીતે બે પેન નંબર રાખવા ગેરકાયદેસર છે.
પેન કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું ?
જો તમે ઘરે બેઠા પેન કાર્ડને આધાર સાથે લિંક કરવા માંગો છો, તો તમારે પહેલા ઈન્કમ ટેક્સની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જવું પડશે. અહીં એક ફોર્મ ખુલશે, જેમાં તમારે તમારું પેન કાર્ડ અને આધાર નંબર નાખવો પડશે. ત્યાર બાદ આધાર કાર્ડના ડેટા મુજબ માહિતી દાખલ કરવાની રહેશે. જેમ કે તમારું નામ, જન્મ તારીખ. જો તમારા આધાર કાર્ડ પર જન્મ તારીખ જ લખેલી હોય, તો તમારે ત્યાંના બોક્સ પર રાઈટ નિશાન લગાવવું જોઈએ. તેના પછી વેરીફાય કરવા માટે કેપ્ચા કોડ દાખલ કરો. હવે તમને “Link Aadhaar” લખેલું દેખાશે. ત્યાં ક્લિક કરો. આ રીતે આધાર અને પેન કાર્ડને લિંક કરી શકાય છે.
અગાઉ, આવકવેરા વિભાગ દ્વારા પેન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 હતી. પરંતુ હવે સરકારે 1000 રૂપિયાના દંડ સાથે આ બંનેને લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ, 2023 કરી દીધી છે.