25.9 C
Gujarat
December 22, 2024
EL News

તમારું પેન કાર્ડ આવી રીતે બની શકે છે મોટી મુસીબત, થઈ શકે છે 10 હજાર રૂપિયાનો દંડ: જાણો નિયમ

Share

Business :

આજના સમયમાં પેન કાર્ડ (Pan Card) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. પેન કાર્ડ ધારકોને 31 માર્ચ, 2023 સુધીમાં તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ સમયમર્યાદા પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તમારું પેન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ શકે છે. તેની સાથે તમારે PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1,000 રૂપિયા પણ ચૂકવવા પડશે.

PANCHI Beauty Studio
Advertisement

પેન કાર્ડ ધારકની સમસ્યા અહીં સમાપ્ત થશે નહીં, કારણ કે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બેંક એકાઉન્ટ ખોલાવવા વગેરેમાં કરી શકશે નહીં, જ્યાં પેન કાર્ડ રજૂ કરવું જરૂરી છે.

આ પેન કાર્ડ ધારકોને આપવા પડશે 10,000 રૂપિયા

આ સિવાય જો વ્યક્તિ પેન કાર્ડ બનાવે છે, જે હવે માન્ય નથી, તો આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272N હેઠળ આકારણી અધિકારી નિર્દેશ આપી શકે છે કે આવી વ્યક્તિ દંડ તરીકે 10,000 રૂપિયાની રકમ ચૂકવશે.

આ પણ વાંચો…અમદાવાદ જિલ્લામાં ‘અવસર લોકશાહીનો’ અભિયાન નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર

ઓનલાઈન આવી રીતે કરી શકો છો લિંક

  • સૌથી પહેલા ઈનકમ ટેક્સની વેબસાઈટ પર જાવ
  • આધાર કાર્ડમાં આપવામાં આવેલ નામ, પેન નંબર અને આધાર નંબર દાખલ કરો
  • આધાર કાર્ડમાં ફક્ત જન્મનો વર્ષ અપાયલ હોવા પર સ્ક્વેર ટિક કરો
  • હવે કેપ્ચા કોડ એન્ટર કરો
  • હવે Link Aadhaar બટન પર ક્લિક કરો
  • તમારુ પેન આધાર સાથે લિંક થઈ જશે

SMS દ્વારા આવી રીતે કરી શકો છો લિંક

તમારે તમારા ફોન પર UIDPAN લખવું પડશે. તેના પછી 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી 10 અંકનો PAN નંબર દાખલ કરો. હવે સ્ટેપ 1 માં બતાવેલ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો.

નિષ્ક્રિય પેનને કેવી રીતે ચાલુ કરવું

નિષ્ક્રિય પેન કાર્ડને સક્રિય કરી શકાય છે. તેના માટે તમારે એક SMS મોકલવાનો રહેશે. તમારે મેસેજ બોક્સમાં જઈ તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 10 અંકનો પેન નંબર દાખલ કર્યા પછી સ્પેસ આપી 12 અંકનો આધાર નંબર એન્ટર કરવાનું રહેશે અને 567678 અથવા 56161 પર SMS કરવાનો રહેશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews 

Related posts

હવે પાર્સલ અને સામાન રહેશે એકદમ સુરક્ષિત,જાણો શું છે?

elnews

ટાટા ગ્રૂપના આ શેરમાં તોફાની તેજી, બનાવ્યો મોટો રેકોર્ડ,

elnews

એલઆઈસીએ લોન્ચ કરી શાનદાર પોલિસી, બેનેફિટ્સ જોઈ તાત્કાલિક કરશો રોકાણ: જાણો ડિટેઈલ્સ

elnews

Leave a Comment

error: Content is protected !!