Ahmedabad, EL News
અમદાવાદ શહેરમાં હવે રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી ચાલશે. 2004 પછી આ ફેરફાર કરાયો છે. કેમ કે, આ પહેલા શહેરમાં 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો સમય હતો. જેમાં ફેરફાર કરાયો છે.
સુરતમાં ખાનગી ટ્રાવેલ્સની માગ બાદ અમદાવાદમાં પણ આ મામલે રજૂઆત તંત્રને કરાઈ હતી. ત્યારે હવે ટ્રાવેલર્સ તરફથી બપોરના સમયે પણ છૂટછાટ આપવા માંગ કરાઈ છે. ખાનગી ટ્રાવેલ્સને રાત્રે 10 થી સવારે 8 અને ખાનગી લક્ઝરી બસોને છૂટ અપાઈ હતી. આ જાહેરનામાંને હવે કાયમી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ગાંધીનગર: કોંગ્રેસનું પ્રતિનિધિમંડળની રાજ્યપાલ સાથે મુલાકાત
સુરતમાં પ્રાઈવેટ વાહનો સિટીમાં પ્રવેશ ના અપાતા પેસેન્જરનોને હાલાકી પડી રહી હતી તેવી જ રીતે અમદાવાદમાં પણ આ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. કેમ કે, સુરત પછી અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને નિયત સમયની કેટલીક માંગ કરી છે.
સુરત બાદ અમદાવાદમાંથી એવી માંગ કરવામાં આવી હતી કે, શહેરમાં રાત્રિના 9.30થી સવારના 8 વાગ્યા સુધી અને બપોરના 1થી 4 વાગ્યા સુધી બસનોટ પ્રવેશ આપવામાં આવે. અમદાવાદ ટ્રાવેલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે જો કે, અગાઉના જાહેરનામાંને કાયમી રાખી રાત્રે 10થી 8ના સમયને માન્ય રાખવામાં આવ્યો છો ત્યારે બપોરની માગ સ્વિકારાશે કે કેમ તે હવે જોવું રહ્યું.