The Eloquent, Shivam Vipul Purohit:
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહેતાં શહેરના પતંગ બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી…
વડોદરા શહેર એ સંસ્કારી નગરી કલા નગરી ની સાથે સાથે ઉત્સવોની નગરી તરીકે પણ ઓળખાય છે, અહીં તમામ ધર્મ જ્ઞાતિના લોકો, હળી મળીને એક બીજાના તહેવારોને રંગે ચંગે ઉજવતા હોય છે, ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે, શહેરના માંડવી થી ચોખંડી રોડ, રાવપુરા વિસ્તાર, સુસેન તરસાલી રોડ, હરણી રોડ, કારેલીબાગ તેમજ વિવિધ વિસ્તારમાં પતંગ બજાર ભરાતા હોય છે.
આ વર્ષે પણ અહીં વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન વાળી, રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે અહીં ખંભાતી તથા વડોદરામાં જ તૈયાર કરાયેલી મોટી નાની પતંગો બજારમાં જોવા મળી રહી છે, થોડાંક દિવસો પહેલા મંદીને કારણે ઘરાકી ઓછી હતી જેથી પતંગના વેપારીઓ થોડા મૂંઝવણમાં હતા પરંતુ હવે જ્યારે ઉતરાયણ પર્વ નજીક છે ત્યારે બજારમાં પતંગ, દોરી, ટોપી, ચશ્માં વિગેરે ખરીદવા પતંગ રસિયાઓની ભીડ જોવા મળી છે.
Video⬇️ https://www.instagram.com/reel/C2Cck1vvBFW/?igsh=MW9tbDVzOGZyNno0ag==
ઘરાકી નિકળતા વેપારીઓમાં, ખુશી જોવા મળી છે. આ વર્ષે પતંગના કાગળો, વાંસની કમાન તથા, મજૂરી સહિતના રો મટેરિયલ ના ભાવો વધતાં, પતંગોના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં, 10% થી 15% સુધીનો, ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જો કે પતંગનુ ઉત્પાદન વધારે છે, જેથી આવનારા બે દિવસોમાં, ભાવમાં નજીવો ઘટાડો પણ થઇ શકે તેમ છે, તે જ રીતે પતંગ રસિયાઓ, માંઝો પણ સૂતાવી રહ્યાં છે, તો કેટલાક તૈયાર માંઝાની ફિરકીઓ, ખરીદી કરી રહ્યાં છે, વડોદરા શહેરમાં પતંગ બજાર ખાતે, પતંગ રસિયાઓની હવે ભીડ જામી રહી છે.
ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અયોધ્યા મંદિરના ચિત્રોવાળી પતંગો નજરે ચડી. પરંતુ વેપારીના કહેવા મુજબ વેપારી એ લોકોને જ પતંગ વેચશે જે લોકો અયોધ્યાના ચિત્રવાળી પતંગની પૂજા કરીને 22 જાન્યુઆરી સુધી સાચવશે.