Ahmedabad, EL News
કાલુપુર ટ્રાફિક પોલીસે સીપીઆર આપીને યુવકનો જીવ બચાવ્યો હતો. સીપીઆર બાદ તત્કાલિક સારવાર માટે યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો અને જીવ બચ્યો હતો.
મહારાષ્ટ્રથી આવેલા પરીવારમાંથી એક યુવકને છાતીમાં દુખાતા પોલીસના જવાનો દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતું. તત્કાલ સીપીઆર આપવામાં આવતા જીવ બચ્યો હતો. આમ પોલીસે સરાહનીય કામગિરી કરી હતી જેનું તાદ્રશ્ય ઉદાહરણ જોવા મળ્યું હતું. પોલીસની આ કામગિરીના લોકોએ વખાણ કર્યા હતા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો…હ્રદયથી પેટ સુધીની બીમારીઓ થઈ જશે દૂર,સફેદ મરીના ફાયદા
ટ્રાફિક ડીસીપીની ઓફિસ પાસે સ્ટેન્ડ ટુ ફરજ દરમિયાન રેલવે સ્ટેશન આગળથી પસાર થતી વખતે અચાનકથી એક યુવકની તબિયત બગડતા તે બેભાન થઈ ગયો હતો. ત્યાં હાજર પોલીસ કર્મચારી એડીઆઈ નરેન્દ્રભાઇ અને રીઝવાનભાઈએ તેમજ ટીઆરબી મંદારસિંહે સીપીઆર આપી તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ કરાવી અને અન્ય સ્ટાફએ 108 બોલાવી તાત્કાલિક હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યાં સારવાર થતાં તેમની તબિયત સુધરી હતી. આમ પોલીસ કર્મીઓએ જીવ બચાવ્યો હતો.
મહારાષ્ટ્રથી પરીવાર આવ્યો હતો. જેમાં પતિ-પત્ની અને એક નાનું બાળક કે જેઓ પરિવાર ખાનગી ટેક્સીમાં મિટિંગ માટે એરપોર્ટ જઈ રહ્યા હતા. યુવકને છાતીમાં દુ:ખાવો થતા ટેક્સી ચાલકે વાહન રોક્યું હતું. આ અંગેની જાણ ત્યાં રહેલા પોલીસ કર્મીઓને થઈ હતી. તેમને યુવકને કારમાંથી બહાર કાઢી ત્યારપછી રોડ પર સુવડાવી તાત્કાલિક સી.પી.આર. આપ્યું હતું.