EL News

ભારત દરમિયાન મેટ્રોનો સમય અને આવર્તન બદલાઈ ગયું

Share
Ahmedabad, EL News

ભારત ઓસ્ટ્રેલિયાની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવા જઈ રહી છે જ્યાં મેટ્રો સ્ટેશન બિલકુલ પાસે છે જેથી મોટી સંખ્યામાં દર્શકો મેચ દરમિયાન આવતા હોવાથી સમય અને ફ્રીક્વન્સીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.

Measurline Architects

સ્ટેશનો પર દર 12 મિનિટે મેટ્રો મળશે

9 માર્ચથી શરુ થઈ રહી છે ટેસ્ટ ક્રિકેટ મેચ 

સવારે 7 કલાકની જગ્યાએ 6 વાગ મેટ્રો મળશે 

9 માર્ચથી 13 માર્ચ સુધી ફેરફાર કરાયો 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ 9 માર્ચથી અમદાવાદમાં શરુ થઈ રહી છે જેને જોતા ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રોનો સમય અને ફ્રીક્વન્સનીમાં ફેરબદલ કરાયો  છે. ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવશે. આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં બન્ને દેશના પીએમ પણ પ્રથમ દિવસે હાજર રહેવાના છે. મેચ સિવાય આ બન્નેની હાજરી પણ મહત્વની છે ત્યારે ક્રિકેટ સ્ટેડીમ ખિચોખિચ ભરેલું રહેશે. આ દરમિયાન આ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…સુરત: અર્ચના ખાડી બ્રિજ 19 માર્ચથી 15 એપ્રિલ સુધી બંધ રહેશે

5 દિવસની ટેસ્ટ હોવાથી પાંચ દિવસનો ફેરફાર 
બે દિવસ બાદ આ મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેથી 5 દિવસની ટેસ્ટ હોવાથી પાંચ દિવસનો ફેરફાર સમય અને ફ્રીક્વન્સીને લઈને કરાયો છે. દર 20 મિનિટે મેટ્રો અત્યારે દરેક સ્ટેશનો પર પેસેન્જરને મળી રહી છે પરંતુ આ પાચં દિવસ દરમિયાન મેટ્રો દર 12 મિનિટે ઉપલબ્ધ કરાવવામાં આવશે આ સાથે મેટ્રો સ્ટેશન પર લોકોને સવારે 7 વાગે મેટ્રો ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ 6 વાગ્યે સવારમાં લોકો મેટ્રોમાં આ પાંચ દિવસ એટલે કે 9થી 13 માર્ચ દરમિયાન મુસાફરી કરી શકશે. આમ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદની આ બેઠકો પર ભાજપને જીતવા માટે પડે છે ફાંફાં

elnews

અમૂલની નવી પહેલ: હવે ઓર્ગેનિક શાકભાજી અને ફળો બજારમાં મુકશે…

elnews

મહીસાગર નદીમાં ઘોડાપુર, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ.

elnews

Leave a Comment

error: Content is protected !!