Health Tip, EL News
મોસંબી એક એવું ફળ છે, જે ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મોસંબીમાં ઘણા પોષક તત્વો હોય છે જેમ કે તેમાંથી કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો મળી આવે છે, જેમાં વિટામિન સી, વિટામિન એ પણ હોય છે. મોસંબી વાળની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. મોસંબી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે રોગોને દૂર રાખે છે. ચાલો જાણીએ મોસંબી ખાવાના ફાયદાઓ કેટલા છે
વાળ માટે મોસંબીના ફાયદા –
ઘણા લોકો વાળ ખરવા અને નબળા થવાની સમસ્યાથી પરેશાન રહે છે. જેના માટે બજારમાં ઉપલબ્ધ મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરવા લાગે છે, પરંતુ તેની અસર થોડા દિવસો સુધી જ રહે છે. બીજી બાજુ, જો તમે તમારા આહારમાં મોસંબીનો શામેલ કરો છો, તો તે તમારા વાળનો ગ્રોથ સારો કરશે અને તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે. મોસંબી પાચનતંત્રને મજબૂત બનાવે છે અને તેમાં મળતા પોષક તત્વો વાળને સ્વસ્થ બનાવે છે. વાસ્તવમાં, નબળા પાચનને કારણે, પૂરતું પોષણ શરીર અને વાળના મૂળ સુધી પહોંચતું નથી, જેના કારણે વાળ ખરતા હોય છે.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટમાં પોતાને ગણાવ્યા નિર્દોષ
ત્વચા માટે મોસંબીના ફાયદા –
વિટામિન સીથી ભરપૂર મોસંબી ત્વચા માટે ફાયદાકારક હોય છે. આ ખાવાથી ત્વચા સારી રહે છે અને કુદરતી ચમક જળવાઈ રહે છે. તમે તમારા નાસ્તામાં મોસંબીનો જ્યુસ સામેલ કરી શકો છો. જ્યુસ સિવાય તમે મોસંબી કાપીને પણ ખાઈ શકો છો.
વજન ઘટાડવા માટે મોસંબી –
મોસંબી ખાવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. તેના જ્યુસથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. મોસંબીના રસમાં મધ મિક્સ કરીને પીવાથી વજન ઓછું થાય છે. આ સાથે મોસંબીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ ગુણ પણ હોય છે.