Gandhinagar, EL News
12 જૂનથી ત્રણ દિવસ સુધી કન્યા કેળવણી ઉત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને તમામ જિલ્લાના શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી છે. નવા શૈક્ષણિક સત્રની શરુઆત થતાં જ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્રણ દિવસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવમાં આવશે.
દર વખતે મોટાપાયે આ આયોજન શાળા પ્રવેશોત્સવને લઈને થતું હોય છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ નિમિત્તે જે તે સ્કૂલમાં ધારાસભ્યો અને સાંસદ પણ પોતાના મત વિસ્તારમાં હાજર રહેતા હોય છે. જેઓ સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રોત્સાહન પણ વિદ્યાર્થીઓને પૂરું પાડે છે. શાળા પ્રવેશોત્સવના કારણે શિક્ષણ ક્ષેત્રે પહેલાની સરખામણીએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.
આ પણ વાંચો…ફુદીનો ઉનાળામાં ત્વચાને ઠંડક આપે છે
12થી 14 જૂન સુધી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ હાજરી આપશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે જ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવશે. ગત વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું જેમાં સીએમ તેમજ જે તે વિસ્તારના ધારાસભ્યોની ઉપસ્થિતિ રહી હતી.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews