Ahmedabad :
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સમાજનો દિકરો સૌથી લાંબા સમય માટે સીએમ બન્યો હતો આ સાથે તેમણે કહ્યું કે, આ સમાજે બીજી વખત સમાજના દિકરાને પીએમ બનાવ્યો તેમ તેમણે કહ્યું હતું.
અમદાવાદમાં છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલમાં 400 વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા છે. મોદી સમાજના વિદ્યાર્થીઓ માટે આ સંકુલ બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ પીએમ મોદી દ્વારા કરાયું હતું.
મોદી સમાજ દ્વારા 12 માળનું શૈક્ષણિક સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આપણા સમાજમાં આપમેળે આગળ આવવા વાળા લોકો છે. ભલે આપણે મોડા પડ્યા પરંતુ આપણી દીશા સાચી છે. આ સમાજના દીકરાને સમાજે બીજી વખત પીએમ બનાવ્યો. આ સમાજનો દિકરો સૌથી લાંબા સમય માટે સીએમ બન્યો.
આ પણ વાંચો…દિવળી પહેલા શરૂ કરો આ બિઝનેસ, થશે બમ્પર કમાણી
છારોડી ખાતે સંબોધન કરતા વધુમાં કહ્યું કે, મારી લાંબાગાળાની જવાબદારીઓ વચ્ચે ઋણ સ્વિકારવું જોઈએ આ સમાજનો એક પણ વ્યક્તિ કામ લઈને આવ્યો નથી. આમ કરી સમાજે મને મોટો ટેકો આપ્યો છે, મારું કુટુંબ પણ મારાથી જોજનો દૂર રહ્યું છે.
સમાજમાં જેમ હું કોઈને ના નડ્યો એમ મારે કોઈને નડવું પડ્યું નથી. સમાજને એવા સંસ્કાર છે કે મોકો મળ્યો છે મેળ પાડી દો એવો રસ્તો પસંદ નથી કર્યો. માટે આ સમાજને હું સો, સો સલામ કરું છું. તેમ પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું.