28.7 C
Gujarat
December 22, 2024
EL News

અમદાવાદના પૂર્વ ઝોનમાં રસ્તા પરના દબાણ દૂર કરાયા

Share
Ahmedabad :

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો દુર કરવાની ઝુંબેશના ભાગરૂપે એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્રારા આ કામગીરી કરવામાં આવી હતી.

PANCHI Beauty Studio
Advertisement
નિકોલ વોર્ડમાં ટોરેન્ટ પાવર સ્ટેશન સામે એસ.પી.રીગ રોડ તથા ખોડિયાર મંદિર પાસેના ટી.પી.રસ્તા પરથી ૦૩-નંગ છતવાળા કાઉન્ટર, ૦૧-નંગ લાકડાની પેટી, ૦૧-નંગ લોખંડનો બાંકડો, ૦૪-નંગ કેરેટ, ૧૯-નંગ નાના, મોટા બોર્ડ તથા ૩૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પૂર્વના વિરાટનગર વોર્ડમાં વિરાટનગર ચાર રસ્તાથી સોનીની ચાલી થઇ કેનાલ રોડ થઇ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા થઈ સોનીની ચાલી સુધીના ટી.પી.રસ્તા પરથી ૦૧-નંગ કાચા કોર્મશિયલ પ્રકારના શેડ, ૦૧-નંગ લારી, ૦૧-નંગ લાકડાનું કાઉન્ટર, ૦૫-નંગ લોખંડના બાકડા, ૨૧-નંગ સ્ટૂલ, ૦૧-નંગ પલંગ, ૧૦-નંગ નાના, મોટા બોર્ડ તથા ૨૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો… આ બેંકના શેરની કિંમત ₹323 સુધી પહોંચી શકે છે

રામોલ-હાથીજણ વોર્ડમાં જશોદાનગર ચાર રસ્તા થી લાલગેબી સર્કલ સુધીના ટી.પી.રસ્તા પરથી ૦૪-નંગ કાચા ઝૂપડા, ૦૯-નંગ લાકડાની વડી, ૦૨-નંગ ખુરશી, ૦૧-નંગ મોટી છત્રી, ૦૩-નંગ કેરબો, ૦૩-નંગ કેરેટ, ૦૨-નંગ મીણીયા, ૧૫-નંગ નાના, મોટા બોર્ડ તેમજ ૩૫-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ , બિન-પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ, બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઓડિશામાં ત્રણ ટ્રેનોની ટક્કર: અત્યાર સુધીમાં 288 લોકોના મોત,

elnews

સુરત: પગાર વધારાની માગ સાથે રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા

elnews

બોર્ડ પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીની વ્હારે આવશે પોલીસ

elnews

Leave a Comment

error: Content is protected !!