El News, Panchmahal:
ગતરોજ જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા દ્વારા ડી.એલ.એસ.એસ શ્રી જે.આર. દેસાઈ સ્કૂલ મોરા, પંચમહાલ ખાતે મુલાકાત કરવામાં આવી હતી, મુલાકાત દરમિયાન કબડ્ડી,ખો-ખો, આર્ચરી રમતના ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવી અને શાળાના ટ્રસ્ટી પુરણભાઈ દેસાઈ , આચાર્ય, કોચ, ટ્રેનર, ફિઝિયોથેરાપિસ્ટ,મેનેજર, યોગા ટ્રેનર સાથે પણ વાર્તાલાપ કરવામાં આવી હતી.
જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી જિલ્લા લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં ખેલાડીઓને અભ્યાસ ફ્રી, હોસ્ટેલ ફ્રી, ભોજન, સ્ટેશનરી, સ્પોર્ટ્સ કીટ, ધનિષ્ઠ તાલીમ માટે સાધનો પુરા પાડવામાં આવે છે. જેના કારણે કોચ અને ટ્રેનર દ્વારા ખેલાડીઓને ઉત્તમ તાલીમ આપીને રાજ્યકક્ષા, રાષ્ટ્રીય કક્ષા, અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ ભાગ લે અને મેડલ આવે તે માટે કોચ દ્વારા સવાર-સાંજ તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે.
વધુમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સતત પ્રયત્ન ચાલુ છે કે ગુજરાતના નાના માં નાના ગામડા માંથી સારા ખેલાડીઓ બહાર આવે અને ઓલમ્પિકમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન આપે તે માટે કોચ દ્વારા સતત મહેનત કરવામાં આવે છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભ ચાલુ કરવામાં આવ્યો જેના કારણે નાના માં નાના ગામડા માંથી ખેલાડીઓ તેમના અંદર રહેલી શક્તિઓને બહાર કાઢવા ની એક સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે.