Rajkot, EL News
બિમારીથી કંટાળી રાજકોટ મનપાના નિવૃત્ત કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું શહેરમાં એસટી વર્કશોપ પાછળ આવેલા ગીતાનગરમાં રહેતા રાજકોટ મનપાના નિવૃત્ત કર્મચારીએ બીમારી કંટાળી ઝેરી દવા પી લીધી હતી.

વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસટી વર્કશોપ પાછળ આવેલા ગીતાનગરમાં રહેતા રાજકોટ મનપાના નિવૃત્ત કર્મચારી દિલીપકુમાર હઠીસિંહ રાઠોડ(ઉ.વ.63)એ બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં વૃદ્ધની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિલીપકુમાર રાઠોડ રાજકોટ મનપાના નિવૃત કર્મચારી હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે અને તે બે ભાઈમાં નાના હતા. મૃતક દિલીપકુમાર રાઠોડે બીમારીથી કંટાળી ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews