Ahmedabad, EL News
અમદાવાદમાં 44 ડીગ્રી સુધી તાપમાન મે મહિનામાં જોવા મળ્યું છે ત્યારે આ તાપમાનનો પારો આજે એકથી બે ડીગ્રી ઘટીને 42 ડીગ્રી આસપાસ જોવા મળશે. હવામાના વિભાગની આગાહી અનુસાર આજે 1થી 2 ડીગ્રીની રાહત ગરમીમાં આંશિક રીતે મળશે જો કે ગરમીનો પારો ક્યાંક કેટલાક જિલ્લાઓમાં એ જ સ્થિતિએ જોવા મળી શકે છે.
ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી આકરી ગરમીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. ત્યારે હવામાનની આગાહી મુજબ વિવિધ શહેરોમાં 41થી 42 ડીગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે.
આ પણ વાંચો…રાજ્યમાં નેતૃત્વ પરીવર્તન નહીં થાય
જાણો કયા શહેરનું કેટલું તાપમાન આજે રહી શકે છે
ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે ન્યૂનતમ તાપમાન 28 રહેશે
બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી
ભરુચમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડીગ્રીએ ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી
ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે
અમરેલી જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી
આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી
અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીજ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી
બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews