Business :
જો તમે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)માં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે આજથી એક મોટી તક ખુલી રહી છે. હકીકતમાં 9 નવેમ્બરથી સ્પેશિયાલિટી મરીન કેમિકલ કંપની આર્ચીન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ લોન્ચ થઈ રહ્યો છે.
પ્રાઈસ બેન્ડ ₹386 થી ₹407 પ્રતિ શેર
આ IPOની પ્રાઇસ બેન્ડ ₹386 થી ₹407 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPOને પ્રાઇસ બેન્ડના ઉપલા છેડે રૂ. 1,462 કરોડ મળવાની ધારણા છે. BSE વેબસાઈટ પર અપલોડ કરાયેલા પરિપત્ર મુજબ, પેઢીએ એન્કર રોકાણકારોને ₹407ના ભાવે 1,61,67,991 ઈક્વિટી શેર ફાળવ્યા છે, જે કુલ ₹658 કરોડ છે. આર્ચીન કેમિકલ્સ IPOમાં ₹805 કરોડ સુધીના ઇક્વિટી શેરના તાજા ઇશ્યૂ, પ્રમોટર્સ અને રોકાણકારો દ્વારા 1.61 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો… રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા
જીએમપી પર શું ચાલી રહ્યું છે?
બજારના નિષ્ણાતોના મતે, આજે આર્ચીન કેમિકલના શેર્સ ગ્રે માર્કેટમાં ₹60ના પ્રીમિયમ (GMP)ની કમાન્ડ કરી રહ્યા છે. કંપનીના શેર સોમવાર, 21 નવેમ્બર 2022 ના રોજ મુખ્ય સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર સૂચિબદ્ધ થઈ શકે છે.