Gandhinagar, EL News
વિધાનસભા બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી સુધારણા બિલ 27 ફેબ્રુઆરીના રોજ લાવવામાં આવશે. રાજ્યટ સરકાર દ્વારા આ વખતે મહત્વના વિધેયકો વિધાનસભાની અંદર પસાર કરવામાં આવી રહ્યા છે.
ઈમ્પેક્ટ ફીને લઈને રાજ્ય સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી સુધારણા બિલ લાવવામાં આવશે. ઈમ્પેક્ટ ફીની મુદ્દત છે તે 4 મહિના સુધી ગઈકાલ મંગળવારથી વધારવામાં આવી છે. ત્યારે તેમાં નિરસ પ્રતિસાદ મળતા 16 ફેબ્રુઆરી સુધીની મુદ્દત હતી તે વધારવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે હવે ઈમ્પેક્ટ ફી સુધારણા બિલ પણ લાવવામાં આવશે.
આ પણ વાંચો…પીએમ કિસાન યોજના / આ ખેડૂતોને નહીં મળે 2 હજાર રૂપિયા,
અનિયમિત બાંધકામો નિયમિત કરવાના હેતુસર ઈમ્પેક્ટ ફીનો કાયદો રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. જેમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. 27 ફેબ્રુઆરીના રોજ આ વિધેયક વિધાનસભાની અંદર પસાર કરવામાં આવશે.
આવતી કાલે વિઘાનસભા સત્ર શરુ થવા જઈ રહ્યું છે તેને લઈને કામકાજ સલાહકાર સમિતીની બેઠક પણ મળવા જઈ રહી છે. આવતીકાલના શરુ થઈ રહેલા વિધાનસભા સત્રને લઈને રાજ્ય સરકારે જે રીતે તૈયારીઓ શરુ કરી દીધી છે તેજ રીતે વિપક્ષ દ્વારા પણ આ મામલે સરકાર સામે પ્રશ્નોતરીકાળની પણ તૈયારીઓ શરુ કરી દીધી છે પરંતુ બહુમતી સાથે બનેલી સરકાર આ વખતે વિપક્ષને મચક આપવા નથી માંગતી જે હેતુથી આ સત્રની અંદર મહત્વના બિલો પસાર કરવામાં આવશે. જેમાં માતૃભાષા ફરજીયાત ના ભણાવતી સ્કૂલો સામે વિધેયક પસાર થશે આ ઉપરાંત પેપર લીક મામલે પણ વિધેયક પસાર કરવામાં આવશે.