25.8 C
Gujarat
December 21, 2024
EL News

PPF અને સુકન્યા સમૃદ્ધિમાં આ મોટો ફેરફાર કરશે સરકાર

Share
Business , EL News

Small Savings Scheme: જો તમે પણ તમારા પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) જેવી નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો, તો સમાચાર તમારા માટે છે. સરકાર દ્વારા આ બંને યોજનાઓમાં ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા નાની બચત યોજનામાં રોકાણ કરવાની પ્રક્રિયાને હળવી કરવાની તૈયારી ચાલી રહી છે.

Measurline Architects

આધાર કાર્ડ દ્વારા થઈ શકશે રોકાણ

સ્મોલ સેવિંગ સ્કીમમાં છૂટ આપવાનો હેતુ વધુને વધુ લોકોને આવી સરકારી યોજનાઓ સાથે જોડવાનો છે. આનાથી ગામમાં રહેતા લોકોને વધુ ફાયદો થશે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, નાણા મંત્રાલયના અધિકારીએ દાવો કર્યો છે કે લોકોને પેન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરીને નાની બચત યોજનામાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો…હાટકેશ્વિર બ્રિજ AMCની સામાન્ય સભામાં વિપક્ષનો જોરદાર હોબાળો

ગ્રામીણ વિસ્તારના રોકાણકારોને થશે ફાયદો

આ ફેરફાર સાથે ઓછી આવક ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને નાની બચત યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, દેશમાં મોટી સંખ્યામાં લોકો પાસે પેન કાર્ડ કરતાં વધુ આધાર કાર્ડ છે. આપને જણાવી દઈએ કે, બહુ ઓછી ભારતીય વસ્તી અથવા શહેરી વસ્તી પાસે પેન કાર્ડ છે.

ક્લેમ સંબંધિત પ્રક્રિયા થશે સરળ

નાણા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, PPF અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ માટે જનધન ખાતાઓ માટે KYC નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રોકાણકારના મૃત્યુ પર સરકાર દાવા સંબંધિત પ્રક્રિયાને સરળ બનાવવા પર પણ કામ કરી રહી છે. અત્યાર સુધી ક્લેમની જટિલતાને કારણે મૃતકના રૂપિયા તેમના વારસદારોને મળી શકતા નહતા. આ સિવાય નોમિનેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે.

આ સિવાય માર્ચમાં પૂરા થનારા ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓ પરના વ્યાજ પર પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે, નાણા મંત્રાલય દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજની સમીક્ષા કરવામાં આવે છે. લાંબા સમયથી તેમાં ફેરફાર નથી થયો. હવે EPFO ​​વતી વ્યાજ દરમાં વધારો કર્યા બાદ નાની બચત યોજનાઓ પર વ્યાજ વધવાની આશા છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જાણી લેજો / દીપક મોહંતી બન્યા PFRDAના નવા અધ્યક્ષ

elnews

ઓછા સમયમાં માલામાલ બનાવી દે બ્લેક ગોલ્ડ.

elnews

મુકેશ અંબાણીની બીજી મોટી કંપની બની ગઈ છે

elnews

Leave a Comment

error: Content is protected !!