Exclusive Interview Of Akshay Panchal With Shivam Vipul Purohit:
વાતચીત:
ઓટોમોબાઇલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા પાછળ ઓટો કન્સલ્ટન્સી શરૂ કરવા પાછળ નો શું આશય રહ્યો?
મારો અભ્યાસ ૧૨ ધોરણ પૂરો કર્યા પછી ઓટોમોબાઇલ ક્ષેત્રે પહેલા થી જ રસ હોવાથી ઓટોમોબાઇલ સાથે આઇટીઆઈ પૂર્ણ કર્યું. ત્યાર બાદ વર્કશોપ માં કામ કર્યું ત્યાંથી પ્રમોશન મેળવી ને સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું ત્યારબાદ જૂની ગાડીઓના કન્સલ્ટિંગ કર્યાં અને પછી કસ્ટમર્સનો વિશ્વાસ વધતો ગયો અને કસ્ટમર્સ વધવા લાગ્યા એટલે પછી નિર્ણય લીધો કે એક ઓટો કન્સલ્ટન્સી ની શરૂઆત કરવી જોઈએ. અને તેમાં પણ અમે કમિશન બેઝ કામગીરી કરીએ છીએ જેમાં ગ્રાહકો ને ગાડીઓની પસંદગી માં ચોક્કસ માર્ગદર્શન અને યોગ્ય ગાડી બતાવીને તેમનો વિશ્વાસ જળવાઈ રહે તે જ રીતે કન્સલ્ટિંગ કરવામાં આવે છે અને તેનું કમિશન લેવામાં આવે છે.
સૌથી પહેલી કઈ ગાડી નો સોદો થયો હતો? કેવી રીતે?
જ્યારે મેં આ ધંધામાં આવવા નું વિચાર્યું ત્યારે મૂડી ન હતી. તે સમયે મારી પાસે બજાજ પલ્સર બાઇક હતી જે મારી મનપસંદ બાઇક હતી. સૌથી પહેલાં મેં મારૂતિ ફ્રન્ટી લીધી ત્યારે મેં એ બાઇક વેચી ને ફક્ત ૫૦ હજાર રૂપિયા માં ફ્રન્ટી લીધી અને તેને થોડો સમય ચલાવી અને નફા સાથે તેને વેચી. ત્યારે મને થયું કે આ ધંધામાં ઝંપ લાવવું જોઈએ અને મારૂતિ ફ્રન્ટી થી મારી આ સફર ની શરૂઆત થઈ.
સેકન્ડ હેન્ડ ગાડી લેતાં પહેલાં ગ્રાહક એ કઇ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ? AK Auto Consult ગ્રાહકો ને કઈ કઈ બાબતો થી અવગત કરે છે?
અત્યારે લોકો ગાડી નાં બહારી રૂપને જોઈને ગાડી કેવી છે તે નક્કી કરતા હોય છે. પણ અમારે ત્યાં ગ્રાહક આવે એટલે બહાર થી તો તેને પોતાની રીતે ગાડી બતાવીને તેનું અંદરથી પણ એન્જિન લાઇન ક્લિયર છે કે નહીં તે પણ કહીએ છીએ. તેમજ ગાડી એક્સિડન્ટ છે કે નહીં એની તમામ બાબતો થી અવગત કરાવીએ છીએ કારણ કે ગ્રાહક પૈસા ખર્ચે છે તો તેને યોગ્ય ગાડી આપવી એ અમારી ફરજ છે.
ગ્રાહક ને નવી કે સેકેન્ડહેન્ડ ગાડી લેવી એનો યોગ્ય નિર્ણય ગ્રાહકે કેવી રીતે કરવો જોઈએ?
દરેક વ્યક્તિ પૈસા ખર્ચે તેવા સક્ષમ હોય તેવું નથી હોતું. તેથી જો કોઈનું બજેટ ઓછું હોય, લોન નાં હપ્તા નથી ભરવા કે તેનું ટેન્શન નથી લેવું અને સારી ગાડી લેવી છે તો તે વ્યક્તિને અમે સેકેન્ડ હેન્ડ ગાડી પ્રીફર કરીએ છીએ. તેમાં પણ કોઈ ઘરેલું ગાડી હોય કે પછી કોઈ ઓટો કન્સલ્ટન્સી એ જવાબદારી સાથે ગાડી આપી હોય તો તેવા સંજોગોમાં ગ્રાહકો ને ઓછા બજેટમાં પણ સારી ગાડી મળે છે, ૫-૭-૧૦ લાખ ની સરખામણી એ ૧.૫-૨-૨.૫ લાખ માં સારી ગાડી તેમને મળી જાય છે. સેકન્ડ હેન્ડ ગાડી નો બીજો એક લાભ એ પણ છે કે તમે ઓછી કિંમતે લીધેલી ગાડી ફરી જ્યારે વેચશો તો તેની કિંમત માં જાજો ફરક નહીં હોય જ્યારે નવી ગાડી લેતાં ની સાથે શોરૂમ ની બહાર નીકળતા ની સાથે તેની કિંમત માં જાજો ફરક જોવા મળે છે. તેમજ નવી બાઈક નાં બજેટ માં તમે કારની મજા લઇ શકશો.
નાની ઉંમરે આ સાહસ કરવા પાછળ પરીવાર નો દ્રષ્ટિકોણ કેવો રહ્યો?
આપણી ફર્મનું નામ છે AK Auto Consult જેમાં A એટલે અક્ષય અને K એટલે મારી માતા કુંતલ બેન. નામ માં જ પ્રોત્સાહન મળ્યું. મારા પિતાજી પણ ધંધાદારી છે તેઓએ મને ધંધો કેવી રીતે થાય તે શિખવાડ્યું. પહેલેથીજ માતા પિતા નો સપોર્ટ ખુબ જ રહ્યો છે. અને કોઈ પણ ધંધો હોય ૧૦૦૦ દિવસ તપો ત્યારે જઇને તમને કોઈક ફળ દેખાશે કારણ કે માર્કેટ માં હરીફાઈ જ એટલી છે કે ગ્રાહકોનો વિશ્વાસ જીતવો જરૂરી બની જાય છે. ટૂંક માં કહું તો માતા પિતા નો સહયોગ અને તેમના માર્ગદર્શન માં મહેનત.
૨૫ વર્ષ ની ઉંમરે પોતાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે સૌથી પહેલી ગાડી માં તમે કેટલો નફો મેળવ્યો હતો, શરૂઆત થી અત્યાર સુધી કેટલી ગાડીઓ વેચી અને અત્યારે એ થકી તમારી મહિને કેટલી આવક થાય છે?
મારી પહેલી ગાડી ફ્રન્ટી હતી તેમાં મેં ૫ હજાર નફો મેળવ્યો હતો અને હાલની વાત કરૂં તો અત્યાર સુધી નાં AK Auto Consult નાં ૨૦૧૮ થી અત્યાર સુધી ૧૦૦ કરતા વધુ ગાડીઓ નું કન્સલ્ટિંગ અને વેચાણ કર્યું છે. જેમાં હાલ દર મહિને ૨૦-૨૫ હજાર રૂપિયા ની આવક થાય છે. પારદર્શિતા એ AK Auto Consultની ખાસિયત છે.
Address:
એસ.આર.પી. ની સામે, લુણાવાડા રોડ, ગોધરા. ગુજરાત ૩૮૯૦૦૧