Ahmedabad :
SVP’હોસ્પિટલમાં સારવાર ન મળતી હોવાનો વિપક્ષનો આરોપ લગાડવામાં આવ્યો છે. યોગ્ય સારવાર ન મળતી હોવાથી અનેક કેસોમાં દર્દીના મોત થયાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે. આ ઉપરાંત AMC અધિકારો ફોન ન ઉપાડવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે. આ અંગે કુબેરનગરના કાઉંસીલર નિકુલસિંહ તોમરે લગાવ્યા હતા ગંભીર આરોપો. વધુમાં નિકુલસિંહે જણાવ્યું હતું કે RTI કરનારને માહિતી આપી દેવામાં આવી છે તેમ અધિકારી ફોન પર કહે છે.
બીજી તરફ માધુરી કલાપીએ રખડતા ઢોરનો મુદ્દો ઉપાડ્યો હતો અને અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં રખડતા ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ કોઈ યોગ્ય નીતિ બનાવતું નથી. રખડતા ઢોર મુદ્દે માધુરી કલાપીએ કહ્યું હતું કે સેનેટરી અધિકારી લાંચ લેતા પકડાયા હતા. આજે અમદાવાદમાં બે દિવસમાં ગાયોના મોત તેમજ રખડતા ઢોર મુદ્દે અમદાવાદ કોર્પોરેશનમાં મેયરને કોંગ્રેસના કાઉન્સેલર દ્વારા ગાયની પ્રતિકૃતિ આપવામાં આવી હતી. કોંગ્રેસના મહિલા કાઉન્સલરો ઉગ્ર વિરોધ કર્યો હતો અને કોર્પોરેશની વેલમાં ઘુસી ગયા હતા.
આ પણ વાંચો… કડાઈ પનીરની બનાવવા માટેની રેસીપી
અમદાવાદમાં જે રીતે ઢોરવાડામાં ગાયોને યોગ્ય રીતે રાખવામાં ન આવી અને જે રીતે ગાયોના મોતના સમાચાર આવ્યા તેમજ શહેરમાં રખડતા ઢોર અંગે આજે કોર્પોરેશનમાં કોંગ્રેસના કાઉન્સિલરોએ હોવાળો મચાવ્યો હતો. કોંગ્રેસના મહિલા કાઉન્સિલરોએ આક્રમક રીતે વિરોધ કર્યો હતો. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો એક બીજાની સામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. આ મામલે ઇકબાલ શેખે કહ્યું હતું કે બાંધેલા પશુઓને પકડીને લઇ જવાય છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોર મુદ્દો ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે તેમજ ગુજરાતમાં રખડતા ઢોરને કારણે એક યા બીજા દિવસે અકસ્માત સર્જાઈ છે. ગુજરાતમાં રખડતા ઢોરની અડફેટે ઘણા લોકોના મોત થયા છે. ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોરને લઈને વિધેયક પાછું ખેંચવામાં આવ્યું હતું.