Business, EL News
ટાટા ગ્રુપની કંપની ટાટા કેમિકલ્સ અને ટાટા મોટર્સમાં સતત તેજી જોવા મળી રહી છે. લાંબા ગાળામાં, બંને કંપનીઓએ રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે. આ બંને કંપનીઓના શેર હજુ પણ તેજીમાં છે. ત્યારે આ કંપનીના શેર કરતા ઈન્વેસ્ટર્સને તેનો ફાયદો પણ થઈ રહ્યો છે. ટાટા મોટર્સના શેરે તેજીમાં છેલ્લા 6 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ કંપનીનું માર્કેટ કેપ 1.97 લાખ કરોડ રૂપિયા છે. કંપનીએ રોકાણકારો માટે બમ્પર નફો કર્યો છે. છેલ્લા એક મહિનામાં ટાટાના આ શેરમાં 10 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
આ શેરોમાં રોકાણ કરનારાઓએ લાંબા ગાળામાં બમ્પર નફો કર્યો છે. શેર હજુ પણ તેજીમાં છે. રોકાણકારોને આશા છે કે આ શેરોમાં આગામી સમયમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. શેરમાં વધારા વચ્ચે રોકાણકારો તેને ખરીદવા સ્પર્ધા કરી રહ્યા છે.
છેલ્લા 23 વર્ષમાં ટાટા કેમિકલ્સના શેરો મોટું વળતર
રતન ટાટાના ટાટા કેમિકલ્સના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ટાટા કેમિકલ્સનો શેર છેલ્લા બે દિવસથી લીલા નિશાનમાં બંધ થઈ રહ્યો છે. સોમવારે ટાટા કેમિકલ્સનો શેર 4 ટકાથી વધુ વધીને રૂ.1018ના સ્તરે પહોંચ્યો હતો. જોકે, પાછળથી પ્રોફિટ બુકિંગને કારણે તે રૂ.995 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ. 25,366 કરોડ છે. તમને જણાવી દઈએ કે ટાટા કેમિકલ્સે તેના અમેરિકન બિઝનેસનું પુનર્ગઠન કરવાની જાહેરાત કરી છે. ટાટા કેમિકલ્સ પાર્ટનર્સ એલએલસીમાં ટીસી પાર્ટનર્સ હોલ્ડિંગ્સ અને ટીસીએસએપી એલએલસીનું મર્જર પણ સામેલ છે. આ કારણોસર શેરમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા 23 વર્ષમાં ટાટા કેમિકલ્સના શેરોએ રોકાણકારોને 2075 ટકાનું બમ્પર વળતર આપ્યું છે.
આ પણ વાંચો… અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લા મા વિશ્વ પર્યાવરણ દિવસની ધામધૂમથી કરેલ ઊજવણી
ટાટા મોટર્સે શેરે રોકાણકારોને 32 ટકાથી વધુ વળતર આપ્યું
ટાટા મોટર્સ લિમિટેડ ટાટા જૂથનો બીજો સ્ટોક છે જેણે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. છેલ્લા 6 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ટાટા મોટર્સ લિમિટેડનો શેર પણ આજે 10 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે રૂ. 556.45 પર બંધ રહ્યો હતો. છેલ્લા 5 દિવસમાં ટાટા મોટર્સના શેરમાં 34 પોઈન્ટથી વધુનો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં ટાટા મોટર્સ લિમિટેડના શેરે રોકાણકારોને 32 ટકાથી વધુ વળતર આપ્યું છે.