Rajkot :
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. એક પછી એક નેતાઓના નિવેદન આવી રહ્યા છે. રાજીનામાં મુકાઈ રહ્યા છે. નારાજગી સામે આવી રહી છે. છાનાખૂણે પ્રચાર થઇ રહ્યા છે. સત્તા પક્ષ કે વિપક્ષમાં ન હોય તે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ગુજરાતમાં આદર્શ આચારસંહિતાના પગલે ફરિયાદો પણ થઇ રહી છે અને નિવારણ પણ આવી રહ્યું છે. આ બધે વચ્ચે કોંગ્રેસ જાગૃત અવસ્થામાં આવી રહી છે. ધીરે ધીરે પ્રચારના ગાડીની શરૂઆત થઇ ગઈ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય તેવું નજરે લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આ વર્ષે ગયા વર્ષની માફક જોઈ એવો પ્રચાર કર્યો નથી. ગુજરાતમાં કોંગ્રેસ સુસ્ત હોય તેવું નજરે લાગી રહ્યું છે. કોંગ્રેસમાંથી નારાજ નેતા રાજીનામાં આપી રહ્યા છે તો બીજી તરફ અનેક જગ્યાએ ટિકીટોને લઈને પણ આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. આ દરમિયાન આજે રાજકોટના દક્ષિણ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
આ પણ વાંચો… અમદાવાદમાં મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો વધ્યો
રાજકોટ વિધાનસભાની દક્ષિણ એટલેકે 70ના ઉમેદવાર હિતેશ વોરાએ સરકાર પર પ્રહાર કરતા મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ, રાંધણગેસના ભાવ અને વધતાજતા શાકભાજીના ભાવને લઈને સત્તા પક્ષને ટાર્ગેટ કર્યો હતો. આ સાથે જ આક્રમક અંદાજમાં પ્રચાર કર્યો હતો. હિતેશ વોરા પાટીદાર સમાજમાંથી આવે છે અને તેઓ યુવાન સમયથી જ કોંગ્રેસની સાથે જોડાયેલા છે. વર્ષ 1995થી કોંગ્રેસ સાથે સંકળાયેલ અને ધોરણ 10 સુધી ભણેલા એવા હિતેશ વોરા રાજકોટ જિલ્લાની કોંગ્રેસના મહામંત્રી રહી ચુક્યા છે તેમજ કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.