Rajkot, EL News
ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો કોઝ-વે ઓવરફ્લો થતા તેના પરથી અવરજવર બંધ કરવામાં આવી હતી. જો કે, હવે 50 દિવસ બાદ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે અને તાપી નદી પર બનેલો છે.
અગાઉ ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદને પગલે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને તેના કારણે કોઝ-વે પણ ઓવરફ્લો થયો હતો. કોઝ-વે ની સપાટી 6 મીટર કરતા વધુ પાણીનું વહનને જોતા તંત્ર દ્વારા આ કોઝ-વેને લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, હવે તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. જળસ્તરમાં ઘટાડો થતા કોઝ-વે પરનું જોખમ પણ ઘટ્યું છે.
આ પણ વાંચો…શેરબજારની શરૂઆત,ખુલતાની જ 250 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
કોઝ-વે બંધ રહેતા લોકોને ભારે હાલાકી થઈ હતી
આથી છેલ્લા 50 દિવસથી બંધ કોઝ-વેને હવે ફરી લોકોની અવરજવર માટે ખોલી દેવામાં આવ્યો છે. આ કોઝ-વે સિંગણપોર અને રાંદેરને જોડે છે. આથી કોઝ-વે બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ, હવે અવરજવર માટે કોઝ-વે ખુલી જતા સ્થાનિક લોકોને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ કોઝ-વે પરથી દિવસ દરમિયાન હજારો વાહનચાલકો અવરજવર કરતા હોય છે.