Gandhinagar, EL News:
રાજ્ય સરકારનું બજેટ સત્ર 23મી ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યું ત્યારે 24 તારીખના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતે સૌ કોઈની નજર બજેટ પર છે. વી સરકાર બન્યા બાદ પ્રથમ બજેટ સત્ર મળશે. આ વખતે સૌથી વધુ બજેટ રજૂ થાય તેવી શક્યતાઓ છે એટલે કે, આ વખતનું ઐતિહાસિક બજેટ હશે. જો કે, બજેટ સત્રને લઈને ડીસેમ્બરથી જ સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન માટે વરિષ્ઠ મંત્રીઓની એક સમિતિ બનાવવામાં આવી છે. આ બજેટ સત્રમાં રાજ્યપાલને સંબોધવા માટે ખાસ વરિષ્ઠ મંત્રીઓની એક સમિતિની રચનાને લઈ તૈયારીઓ પણ કરી લીધી છે.
બીજીવાર નાણાં મંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે
નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર 24 ફેબ્રુઆરીથી મળવા જઈ રહ્યું છે તેના એક દિવસ બાદ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં આ વખતે મોટી જોગવાઈની આશા છે ત્યારે ગત વખતે પ્રથમ વખત બજેટ નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ભાજના સૌથી વરિષ્ઠ નેતા છે. તેમના વિભાગ દ્વારા વિધાનસભામાં જીત બાદ બજેટ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.
આ બજેટ મોટી જીત બાદ મહત્વનું
આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં સરકારે કેટલાક કામોને લઈને વચનો આપ્યા છે. જેથી આ બજેટમાં તેની જોગવાઈ કરવામાં આવી શકે છે. સરકાર તરફથી બજેટની તૈયારી પણ પુરજોશમાં ચાલી રહી છે.
આ પણ વાંચો…નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 ક્રિકેટ, ટિકિટના ભાવ આસમાને છે
બજેટમાં શિક્ષણ, રોજગારી અને ખેતી પર ફોકસ
2023-24ના બજેટમાં શિક્ષણ, રોજગારી અને ખેતીને પ્રાધાન્ય આપવામાં આવશે. જેથી આ વિભાગોની મહત્વની બેઠકો અગાઉ મંત્રીઓની અધ્યક્ષતામાં મળી હતી. તાજેતરમાં જ કૃષિ મંત્રીએ કિશાન મોરચા સાથે પણ બેઠકો કરી હતી. આ સાથે રાજ્ય સરકાર હાલમાં કયા નવા કાયદા બનાવવા જોઈએ અને જૂના કાયદાઓમાં કયા સુધારા કરવા જોઈએ તેનો અભ્યાસ કરી રહી છે. સમગ્ર મામલે નવી કમિટીની રચના કરવામાં આવશે અને નવા નિર્ણયો પણ લઈ શકાશે.
29 માર્ચ સુધી સત્ર ચાલશે
29 માર્ચ સુધી સત્ર ચાલશે. 25 દિવસ સુધી વિધાનસભા સત્રની કામગિરી રહેશે. ત્યારે આ વખતે ભાજપે 156 બેઠકો સાથે જીત મેળવી છે તેમાં કોંગ્રેસને 17 અને 5 બેઠકો આપને મળી છે ત્યારે વિપક્ષ તરીકે આ વખતે કોંગ્રેસ બેસશે કે કેમ તેને લઈને પણ સવાલો છે. કેમ કે, નિયમ અનુસાર તેમની સીટો ટકાવારી પ્રમાણે ઓછી છે.