Rajkot, EL News
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવડ અને બગોદરા સહિત ત્રણ સ્થળે પોલીસે દરોડો પાડી રૂ. 73.25 લાખની કિંમતનો વિદેશી દારુનો જંગી જથ્થો પકડી પાડયાં છે. રાજકોટ પહોંચે તે પૂર્વે બગોદરા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ટ્રકમાં મરચાની આડમાં છૂપાવેલો રૂા. 27.26 લાખની કિંમતનો 7190 બોટલ દારુ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો છે. જયારે બાવળા પાસેથી ટ્રકમાં પાવડરના જથ્થાની આડમાં છૂપાવેલો રૂ. 3પ લાખની કિંમતનો 11988 બોટલ દારૂ કબ્જે કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજયમાં દારુબંધીનો કડક અમલ કરવા ડીજીપી વિકાસ સહાયે આપેલી સુચનાને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલના નિરજા ગોટુર અની નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટે. કામરીયા સહીતના સ્ટાફ દ્વારા સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર બગોદરા નજીક પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. આરજે 19 જીજી 9615 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની પીએસઆઇ ડી.જે. બારોટને મળેલી બાતમીના આધારે સ્ટાફે બગોદરા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રકેને અટકાવી તલાસી લેતા જેમાં મરચાના પાવડરની આડમાં છૂપાયેલો રૂ. 27.26 લાખની કિંમતનો 7190 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ટ્રકના ચાલક ભીખારામ સીરદારામ દેવાશી નામના શખ્સને ઝડપી લઇ ટ્રક, દારુ અને મરચા પાવડર મળી રૂ. 47.84 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછમાં આ દારુના જથ્થો રાજકોટના બુટલેગરએ મંગાવ્યાની અને બામણબોર ગામ પાસે કટીંગ કરવાનો હતો તે પૂર્વે એસ.એમ.સી. એ દરોડો પાડી જંગી જથ્થો પકડી લેતા બુટલેગરમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
જયારે અન્ય દરોડોામાં આરજે 14 જીઇ 7077 નંબરના ટ્રકમાં વિદેશી દારુનો જથ્થો આવી રહ્યાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ ડી.જે. બારોટે રાજકોટ – અમદાવાદ ધોરી માર્ગ પર બાવળા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. ત્યારે શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલા ટ્રક તલાસી લેતા જેમાં પાવડરના જથ્થાની આડમાં છુપાયેલો રૂ. 3પ લાખની કિંમતનો 11988 બોટલ દારૂ પકડી પાડયો પોલીસે દારુ અને વાહન મળી રૂ. 55.42 લાખનો મુદામાલ કબ્જે કરી વાહન નંબરના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews