19.7 C
Gujarat
December 23, 2024
EL News

ભારતની માળખાકીય ગાથામાં રોકાણકાર ભાગીદારોના આગમનને સતત જોડી રહેલું અદાણી ગૃપ

Share
Gujarat, EL News

ચાર વર્ષના ટૂંકા ગાળામાં $9 બિલિયન ઊભા કરવા સાથેનો સૌથી મોટો ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટપાર્ટિસિપેશન પ્રોગ્રામ

  • ઉભરી રહેલા બજારોમાં કોઈ સમકક્ષ પ્લેટફોર્મ વિના અતિ ઝડપેવિકસતી માળખાકીય સુવિધામાં સામેલ થવા માટે વૈશ્વિક લાંબાસમયના રોકાણકારો માટે ફક્ત વન-સ્ટોપ પ્લે
  • વધતા વ્યાજ દરના વાતાવરણમાં માર્જિન લિન્ક્ડ શેર સમર્થિત ધિરાણની પૂર્વચુકવણીને સમાવતી કાર્યક્રમ સમર્થિત વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ કરજ મૂડીને સમાન બનાવવાનું સરળ કરે છે
  • ૨૦૧૬ માં ઘડવામાં આવેલા અને ૨૦૨૫ માં સમાપ્ત થનારા ૧૦ વર્ષના વર્તમાન મૂડી કાર્યક્રમ માટે પ્રતિબદ્ધ,

PANCHI Beauty Studio

અમદાવાદ, ૯ જૂલાઇ ૨૦૨૩: કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયો માટે ૨૦૧૯ માં મૂડી પરિવર્તનની   સફરનો આરંભ કરનાર અદાણી જૂથે ચાર વર્ષના ટૂંકા ભૂતકાળમાં $9 બિલિયનથી વધુ રકમના રોકાણને આકર્ષ્યુ છે. આ પ્રોગ્રામે  દુનિયાના સૌથી વિશાળ અને તેજ રફતારથી આગળ વધી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સામેલ થવા માટે ફક્ત વૈશ્વિક રોકાણકારો માટે માર્ગ મોકળો કર્યો છે જેમાં અદાણી પોર્ટફોલિયો અને  ઊર્જા અને યુટીલીટીથી લઈ પરિવહન અને લોજિસ્ટિક્સ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેક્ટ્રમમાં ફેલાયેલી તેની પોર્ટફોલિયો કંપનીઓ દ્વારા વન-સ્ટોપ પ્લે ઓફર કરી રહ્યું છે. તેણે અદાણી ગૃપની વિવિધ લિસ્ટેડ કંપનીઓ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL), અદાણી ટ્રાન્સમિશન લિ. (ATL), અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)માં રોકાણ આકર્ષ્યું છે.

વ્યૂહાત્મક લાંબા ગાળાના રોકાણકારોની ભાગીદારીને મજબૂત કરવાની ગૃપની મૂડી વ્યવસ્થાપનની ફિલસૂફીને અનુરૂપ અદાણીએ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), ટોટલએનર્જીઝ (TTE), ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC), સહીત મોટા પાયે રોકાણો આકર્ષ્યા છે. જેમાં GQG પાર્ટનર્સ (GQG) તેના સહ-રોકાણકારો ઑસ્ટ્રેલિયા સુપરગોલ્ડમૅન સૅક્સ, યુનિવર્સિટી ઑફ ટેક્સાસ, ડેલવેર પબ્લિક એમ્પ્લોઈઝ રિટાયરમેન્ટ સિસ્ટમ, માસ્ટર ટ્રસ્ટ બેન્ક ઑફ જાપાન, મિઝોરી એજ્યુકેશન પેન્શન ટ્રસ્ટ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરીટી, યુનિવર્સલ ઇન્વેસ્ટમેન્ટ લક્ઝઝમ્બર્ગ,ન્યુયોર્ક સ્ટેટ કોમન રીટાયરમેન્ટ ફંડ અને એમ્પ્લોયીઝ રીટાયરમેન્ટ સિસ્ટમ ઓફ ટેક્સાસ સામેલ છે.

Investor Investment (USD Mn) Investee Companies Invested since
QIA 452 ATL (25% stake in AEML) Feb 2020
TTE 3,345 ATPL (JV with APSEZ), ATGL, AGEL Apr 2019
IHC 2,000 AEL, ATL, AGEL May 2022
GQG 3,190 AEL, ATL, AGEL, APSEZ Mar-2023
Total 8,987    

 

અદાણી ઉદ્યોગ સમૂહની ઉચ્ચ સ્તરીય શાસન વ્યવસ્થા અને સમૂહના વ્યવસાયોની પોલાદી તાકાતમાં વૈશ્વિક મોટા રોકાણકારો દ્વારા દર્શાવવામાં આવેલ વિશ્વાસ અદાણી સમૂહની સંકલ્પ શક્તિનો પુરાવો છે. વિશેષમાં તે અદાણી સમૂહના રોકાણ કાર્યક્રમની સફળતા અને પ્રત્યેક તબક્કે તમામ કંપનીઓમાં ભંડોળ એકત્ર કરવાની અને નિશ્ચિત ધ્યેયો હાંસલ કરવાની જૂથની ક્ષમતા પણ દર્શાવે છે.

અદાણી સમૂહે તાજેતરમાં અદાણી પરિવારે તેની ત્રણ પોર્ટફોલિયો કંપનીઓ-અદાણી એન્ટરપ્રાઇઝ(AEL), અદાણી ગ્રીન એનર્જી(AGEL) અને અદાણી ટ્રાન્સમિશન (ATL)માં હિસ્સો વેચીને $૧.૩૮ બિલિયન (રૂ. ૧૧,૩૩૦ કરોડ) એકત્ર કર્યા તે તાજું ઉદાહરણ છે.  જેનાથી આગામી ૧૨-૧૮ મહિનામાં પોર્ટફોલિયો કંપનીઓ માટે ડેટ અને ઇક્વિટી બંનેની નજીકના ગાળાની પ્રતિબદ્ધતાઓની વૃદ્ધિ માટે સમૂહ પાસે ઉચ્ચ સ્તરે પર્યાપ્ત મૂડી ઉપલબ્ધ હોવાની ખાતરી થાય છે. ઉપરાંત ત્રણેય પોર્ટફોલિયો કંપનીઓને પ્રાથમિક ઇશ્યુ માટે બોર્ડની મંજૂરી પણ મળી છે.

માર્ચ ૨૦૨૩ માં પરિવાર દ્વારા તેના સમાન હિસ્સાનું વેચાણ $૧.૮૭ બિલિયન (રૂ.૧૫,૪૪૬ કરોડ) માં કરવાના પરિણામે માર્જિન-લિંન્ક્ડ, શેર-બેક્ડ ફાઇનાન્સિંગની સંપૂર્ણ પૂર્વચુકવણી કરવામાં આવી હતી અને જ્યારે બાકી ચૂકવણી કરવાની થાય ત્યારે દેવું મૂડીને સમાન બનાવવા માટે વધતા દરના વાતાવરણમાં લવચીકતા ઊભી કરી હતી.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલ AEL એ વિશ્વના સૌથી મોટા બિઝનેસ ઇન્ક્યુબેટર્સ પૈકીની એક છે, તેની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓમાં એરપોર્ટ અને ગ્રીન હાઇડ્રોજન બિઝનેસનો સમાવેશ થાય છે. ગ્રીન હાઇડ્રોજન ઔદ્યોગિક અને મોબીલિટી ક્ષેત્રોના ડીકાર્બોનાઇઝેશનને સક્ષમ કરશે અને પ્રાથમિક ઉર્જામાં આત્મનિર્ભરતા તરફ ભારતની યાત્રાને સમર્થન આપશે.

અદાણી ગ્રીન એનર્જી(AGEL) એ ૮.૧ ગીગાવોટના ઓપરેશનલ પોર્ટફોલિયો સાથે ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસી રહેલ  રિન્યુએબલ પાવર કંપની છે. ૨૦૩૦ સુધીમાં ૪૫ ગીગાવોટ રીન્યુએબલ  એનર્જીની ક્ષમતાને કાર્યાન્વિત કરવાનો ઇરાદો ધરાવે છે, આ એનર્જીનો સૌથી ઓછો ખર્ચ જનરેટર છે.

પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં હાજરી સમેત સ્માર્ટ મીટરિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અદાણી ટ્રાન્સમિશન(ATL) ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ખાનગી ઊર્જા સોલ્યુશન્સ પ્લેયર છે.તે સ્માર્ટ મીટર વીજળી વિતરણ કંપનીઓને પાવર ગ્રીડમાં રીન્યુએબલ એનર્જીને અસરકારક રીતે એકીકૃત કરવા અને તેનું આયોજન કરવામાં સક્ષમ બનાવશે અને ઊર્જા ક્ષેત્રના ડીકાર્બોનાઇઝેશન માટેના આ  આવશ્યક સાધનો છે.

આ પણ વાંચો…     રાત્રે સૂતા પહેલા દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પીવો,

અદાણી ઔદ્યોગિક સમૂહે તેની વિવિધ પોર્ટફોલિયો કંપનીઓની યોજનાઓને અમલમાં મૂકવા માટે ૨૦૧૬ માં ઘડેલા પરિવર્તનકારી મૂડી વ્યવસ્થાપન કાર્યક્રમના તેના ૧૦ વર્ષના રોડમેપને પૂર્ણ કરવા સંબંધી મૂડી એકત્ર કરવા માટે વચનબદ્ધ છે.

માધ્યમોની પૂછપરછ માટે Roy Paul: roy.paul@adani.com   

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગુજરાત LSA, DoT દ્વારા વડોદરા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ

elnews

મનહર ઉધાસ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા.

elnews

RAJKOT: જળાશયો પાણી પાણી: અનેક ડેમો છલકાવાની આરે.

elnews

Leave a Comment

error: Content is protected !!