Rajkot, EL News:
જેમનું કાઠીયાવાડી સ્ટાઈલમાં સ્વાગત કરાયું હતું. એક પછી એક ખેલાડીઓના આદર સત્કાર ફૂલહાર પહેરાવીની પરંપરાગત મ્યુઝીક સાથે કરવામાં આવ્યું હતું. બન્ને ટીમો આવતાની સાથે જ સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ક્રિકેટરો થયા અભિભૂત
ગુજરાતી સ્ટાઈલમાં ભવ્ય સ્વાગ કરાતા ક્રિકેટરો પણ અભિભૂત થયા હતા. ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી ગઈ છે. આવતી કાલે શ્રીલંકા સાથે મેચ રમાવા જઈ રહી છે.
આ પણ વાંચો…ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત
અંતિમ મેચ રંગીલા રાજકોટમાં
હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ઈશાન કિશન સહિતના ક્રિકેટરો હોટલ સયાજીમાં રોકાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ખૂબ જ રોમાંચક રહી શકે છે. કેમ કે, ત્રીજી અને છેલ્લી T20 મેચ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં રમાઈ રહી છે.
ઠંડીમાં અડદીયા પાક ફવડાવવામાં આવશે
અડદીયાનો લચકો, લાઈવ મેસૂબ, ખીચડી, કઢી, ઉંધિયા સહિત કાઠિયાવાડી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે. આ ઉપરાંત બન્ને ટીમોને ફાફડા, ચીકી, અડદીયા સહીતની સ્વાદીષ્ટ વાનગીઓ આપવામાં આવશેરાજકોટ એ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ લકી સાબિત થઈ છે. ત્યારે ફરી મેચની જીતનો ઉત્સાહ લોકો જોવા માગે છે. કેમ કે, કેટલાક ખેલાડીઓ રહેશે હોટફેવરીટ.
આ હોટેલમાં બન્ને ટીમો રોકાઈ રહી છે
ભારતીય ટીમ સયાજી હોટેલમાં અને શ્રીલંકાની ટીમ ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે.આ બંને હોટલની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેડિયમ અને હોટલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.