Food Recipes, EL News:
આ શાક જ્યારે ખેતર માં લીલી લીલી સરસો ના છોડ પર ફૂલ આવવાની શરૂઆત પહેલા બનાવતા હોય છે ને ખાસ કરી પંજાબ બાજુ ઘણું પ્રખ્યાત છે ને આજ કલ તો પંજાબ સિવાય પણ દરેક જગ્યાએ શિયાળા માં હોટલ, ઢાબા કે રેસ્ટોરન્ટ માં આ શાક ખાવા મળતું હોય છે આ શાક મકાઈ ના રોટલા – રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે
આ પણ વાંચો…ભૂખ્યા પેટે ક્યારે પણ ન કરો આ 4 કામ
સરસવ નું શાક બનાવવા માટેની સામગ્રી
સરસો ના પાંદડા 500 ગ્રામ
ચીલ / બથુઆ ભાજી 250 ગ્રામ
પાલક 250 ગ્રામ
લસણ ની કણી 10-12 સુધારેલ
લીલા મરચા સુધારેલા 4-5 સુધારેલ
આદુ નો ટુકડો1/2 ઇંચ ઝીણો સુધારેલ મકાઈ નો લોટ 3-4 ચમચી
ગરમ પાણી જરૂર મુજબ
સરસો દા સાગ ના પહેલા વઘાર ની
સામગ્રી
ઘી 2-3 ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી 1-2
ઝીણું સમારેલ લીલા મરચા 1-2
આદુ પેસ્ટ / કટકા 1/4 ચમચી
લસણ પેસ્ટ / કટકા1/ 2 ચમચી
ઝીણા સમારેલા ટામેટા 1-2
ધાણા જીરું પાઉડર % ચમચી
સ્વાદ મુજબ મીઠું
શાક ના બીજા વઘાર માટેની સામગ્રી
ઘી 1-2 ચમચી
હિંગ % ચમચી
• લસણ ની કણી 2-3 સુધારેલ
• સૂકા લાલ મરચા 1-2
લીલા મરચા સુધારેલા 1-2
સરસવ નું શાક બનાવવાની રીત
સરસો નું શાક બનાવવા માટે સૌ પ્રથમ બધી ભાજી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી ઝીણી ઝીણી સુધારી લેશું ત્યાર બાદ કુકર મા એક સીટી થાય ત્યાં સુધી ચડાવી લેશું અને ત્યાર બાદ ઢાંકણ ખોલી ને મેસ કરી લઈ શાક સાવ ગરી જાય ત્યાં સુંધી ચડાવી લેશું એના પછી એનો એક વઘાર તૈયાર કરી શાક સાથે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ બીજો વઘાર ઉપરથી નાખીશું
સરસવ નું શાક બનાવવાની રીત
સરસો નું શાક બનાવવા સૌપ્રથમ સરસો ના કાચા કાચા પાંદડા સાફ કરી લ્યો અને ને ત્રણ પાણી થી ધોઈ ને નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ ચીલ / બથુઆ ને દાડી થી અલગ કરી પાંદડા કાઢી લ્યો ને એને પણ ત્રણ પાણી થી ધોઇ લઈ નિતારી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો
હવે ગેસ પર એક કુકર માં સુધારેલ સરસો, ચીલ ભાજી/ બથુઆ અને પાલક નાખો અને સ્વાદ મુજબ મીઠું અને પા કપ થી અડધો કપ પાણી નાખી બંધ કરી મીડીયમ તાપે એક સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો અને એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ અને લસણ નાખી મિક્સ કરી મેસર થી મેસ કરો મેસ કરી લીધા બાદ અડધું ઢાંકણ ઢાંકી અડધો કલાક ધીમા તાપે આઠ દસ ચડવા દયો
ત્યાર બાદ ફરી મેસર વડે મેસ કરો અને ફરી દસ મિનિટ અડધું ઢાંકી ને ચડાવો અને ફરી ખોલી ને મેસર વડે મેસ કરી લ્યો આમ બે (જો પાણી ની જરૂર લાગે તો ગરમ પાણી જરૂર મુજબ થોડું નાખવું)
ફરીથી અડધું ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ શાક બિલકુલ ગરી ને મેસ થઈ જાય એટલે એમાં ત્રણ ચમચી મકાઈ નો લોટ અને ચાર પાંચ ચમચી ગરમ પાણી નાખી મેસર થી મેસ કરી મિક્સ કરી લ્યો
હવે બીજી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે કે ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ અને લસણ પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ સુધી ચડવા દો
ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું ટમેટું, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા ચડી ને ગરી જાય ને તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં મેસ કરેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ચડાવી લ્યો