Sports:
ગત તા.૦૮/૦૯/૨૦૨૨ ના રોજ જવાહર નવોદય વિદ્યાલય, બાલાસિનોર ખાતે ટેબલ ટેનિસ ક્લસ્ટર કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી.

જેમાં મુખ્ય મહેમાન તરીકે દક્ષેશ કહાર (જિલ્લા રમત વિકાસ અધિકારી, મહિસાગર) હાજર રહ્યા હતા.

કાર્યક્રમ માં ટેબલ ટેનિસ રમતના તમામ ખેલાડીઓ ને સંબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા અને હાલના સમયમાં ગુજરાતમાં આયોજિત ૩૬ મી નેશનલ ગેમ્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

અને ગુજરાત ના ખેલાડીઓ તરીકે આ રમતોત્સવના પ્રચાર અને પ્રસાર કેમ્પેન માં જોડાવા અપીલ કરવામાં આવી હતી….
જવાહર નવોદય વિદ્યાલય બાલાસિનોર ના આચાર્ય ડો.પ્રીયરંજન દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews