Health Tips:
ચીનમાં અત્યારે કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ચીનમાં COVID-19 કેસની વધતી સંખ્યા માટે જવાબદાર ઓમિક્રોન સબટાઈપ BF.7 ના શંકાસ્પદ કેસો ભારતમાં પણ નોંધાયા છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ભારતમાં BF.7 નો કેસ મળી આવ્યો છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં આ પ્રકારે બે શંકાસ્પદ કેસ નોંધાયા છે જ્યારે ઓડિશામાંથી એક કેસ નોંધાયો છે. ત્યારે મળતી વિગતો અનુસાર એક કેસ ઓરીસ્સામાં પણ શંકાસ્પદ સામે આવ્યો છે.
હવે ચીન સહિત 10 જેટલા દેશોઓ વિશ્વમાં કોરોનાને લઈને માથું ઉંચક્યું છે ત્યારે હવે ભારત સરકારની સાથે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી છે. કેમ કે, ગુજરાતમાં કોરોનાનું વધુ એક સ્વરૂપ સામે આવ્યું છે. ઓમિક્રો BF7 ના 2 શંકાસ્પદ કેસો મળી આવ્યા છે. આ મામલે ચિંતા પણ વધે તો નવાઈ નહીં.
આ પણ વાંચો…જો તમારી પાસે રોટલી બચી, તો બનાવો સ્વાદિષ્ટ રોટલી પકોડા
શંકાસ્પદ કોરોના કેસને લઈને તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરાના શંકાસ્પદ કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. વેરિઅન્ટની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. BF7 વેરિઅન્ટ 61 વર્ષની અમેરિકન મહિલામાં જોવા મળ્યા હતા. 11 નવેમ્બરે અમેરિકાથી મહિલા વડોદરા આવી હતી તેમાં પણ આ વેરીયન્ટ જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ અને વડોદરાના શંકાસ્પદ કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
કોરોનાની પ્રથમ લહેર હોય કે બીજી લહેર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ખાસ કરીને કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં જોવા મળતા હતા. ત્યારે ફરીથી કોરોના કેસોને લઈને ચિંતા પ્રસરી શકે છે ત્યારે ગુજરાત સરકારે અત્યારે વિદેશથી આવતા લોકોનું કોરોના પરીક્ષણ કરવાનું પણ નક્કી કર્યું છે. એરપોર્ટ પર વિદેશથી વધુ લોકો આવતા હોય છે ત્યારે આ મામલે સઘન તપાસ પણ કરવી જરૂરી છે. કેમ કે, વિદેશમાં અત્યારે લાખોની સંખ્યામાં 10 દેશોની અંદર કેસો સામે આવ્યા છે.