17.4 C
Gujarat
December 26, 2024
EL News

Surat: લાખોની કિંમત નું દારૂ તો ઝડપાયું પણ આ દારૂ આવ્યું કયાથી..

Share
Surat:

સુરતના પલસાણા પોલીસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર કાલાઘોડા ની સામેથી પસાર થતા ટેમ્પા માંથી ₹. 18 લાખ 97 હજારનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

લાખો રૂપિયાના દારૂ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ ને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુંબઈ થી અમદાવાદ તરફ એક ગાડીમાં મોટી માત્રામાં દારૂ જઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે ટીમ બનાવી નેશનલ હાઇવે નંબર 48 ઉપર કાલાઘોડાની સામે વોચ રાખી બેઠા હતા.

 

તે દરમ્યાન બાતમી વાળો એક ટેમ્પો આવતા તેને થોભાવી ગાડીમાં ચેક કરતા વિદેશી બનાવટની બિયર અને દારૂની કુલ 21300 જેની કિંમત રૂપિયા બાર લાખ નેવું હજાર એક મોબાઈલ ફોન જેની કીમત રૂપિયા પાંચ હજાર તેમજ રોકડા રૂપિયા બે હજાર અને ટેમ્પો ની કિંમત રૂપિયા છ લાખ મળી કુલ રૂપિયા ₹.18 લાખ 97 હજારનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે ટ્રક ચાલક રમેશકુમાર બીરબલરામ બિશનોઇને ઝડપી પાડી દારૂ આપનાર અને દારૂ લેનાર સહિત ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો કરતા જેને લઈને સુરત જીલ્લમાં દારૂનો ધંધો કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

For more local news download El News https://play.google.com/store/apps/details?id=com.elnews

Lacs of alchohole caught from surat

Related posts

વિદેશ જનાર મુસાફરોની સંખ્યાનો આંકડા માં વધારો

elnews

મેઘરાજાની વિસર્જન યાત્રા અને મેળો.

elnews

રતનપુર ગામની સીમમાં જુગાર રમતા 5 રંગેહાથ ઝડપાયા

elnews

Leave a Comment

error: Content is protected !!