21.5 C
Gujarat
December 27, 2024
EL News

સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર

Share
Surat:

સુરતમાં મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિએ આપઘાત કરતા અનેક તર્ક વિતર્ક સામે આવી છે. એટીકેટી આવતા આપઘાત કર્યાની પણ આશંકા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી BHMS ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ 19મી ડિસેમ્બરે ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થીએ બપોરે ઘરે કોઈ ન હોય ત્યારે આત્મહત્યા કરી લીધી હતી.

Measurline Architects
Click Advertisement To Visit

આ વિદ્યાર્થીએ બપોરે ઘરે કોઈ ન હોય ત્યારે આત્મહત્યા કરી લીધી હતી. લોકોને આ ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીનીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં થોડા સમયની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. હવે વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ તેના પરિવારમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ શોકનો માહોલ છે.

આ પણ વાંચો…૧૦ વર્ષ અગાઉ પોસ્ટ ઓફિસ એજન્ટ દ્વારા આચરાયેલા નાણાં ઉચાપત કૌભાંડના મુખ્ય સૂત્રધાર રાજેશ ત્રિવેદી..

તેમાં પણ શંકા ઉપજાવે તેવી વાતે એ પણ જાણવા મળી હતી કે, વિદ્યાર્નીએ આત્મહત્યા કરી ત્યારે તેના ટી-શર્ટ પર ગેમ ઓવર’ લખેલું હતું. જાણે કોઈ મેસેજ આપીને આત્મહત્યા કરી લીધી હોય. સુરતમાં ત્રીજા વર્ષમાં મેડીકલમાં અભ્યાસ કરતી હતી.

વિદ્યાર્થીનીની આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક રીતે એવું માનવામાં આવે છે કે તેણે એટીકેટીની પરીક્ષા આપી હતી. આ વખતે આપઘાત કર્યો હતો. આથી હાલ તો જહાંગીરપુરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગોધરા-વડોદરા હાઈવે પર શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂ જપ્ત

elnews

અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફયાસા

elnews

શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે,

elnews

2 comments

Anis vali December 21, 2022 at 6:52 pm

Sir pls I request news paper writing so smallest size pls print a big size words your news paper thim and paper quality is so good

Reply
Avatar photo
elnews December 26, 2022 at 8:04 pm

Thank you for your concern, this is our best format to design in this area. But surely we will work…

Reply

Leave a Comment

error: Content is protected !!