Surat, EL News
સામાન્ય રીતે રોડ-રસ્તા પર ખાડા, ભૂવા કે પછી ખોદકામના લીધે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ, તંત્ર દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવતું નથી. પરંતુ, કદાચ હવે તંત્રની આંખ ખુલે. કારણે કે, આ વખતે જનતાની સાથે-સાથે એક નેતા પણ મેઇન રોડ પર ખોદકામના કારણે પડેલા ખાડાના લીધે ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાયા હતા.
મળતી માહિતી મુજબ, સુરતના વરાછા મેઇન રોડ પર ખોદકામ કર્યા બાદ ખોડો પુરાયો નથી, જેના કારણે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. દરમિયાન તંત્રની આ ઘોર બેદરકારીનો અનુભવ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષને પણ થયો. વરાછા મેઇન રોડ પરથી પસાર થતી વખતે ખાડાના કારણે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ ટ્રાફિકમાં ફસાયા હતા, જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના સમયે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
આ પણ વાંચો… જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી, મહિસાગર દ્વારા આંતરાષ્ટ્રીય ઓલમ્પિક ડે ની ઉજવણી કરવામાં આવી હતી
સુરતમાં આજે સવાર વરસાદ થતી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. શહેર અને જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જ્યારે ગઈકાલે સાંજથી સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.