Surat, EL News
બીઆરટીએસની બસો વધારવાની માગ સાથે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. સવારે પુરતી બસો ન હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી થાય છે. બીઆરટીએસને લઈને બેનરો સાથે વિરોધ કરી માગ કરી હતી. લોકોને વધુ ક્ષમતા સાથે લોકોને બેસાડવામાં આવે છે.
સુરતના પુના પાટિયા રોડ પર વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 20થી વધુ બીઆરટીએસ બસો અને સિટી બસો અટકાવી દેવામાં આવી હતી તેમણે કહ્યું કે, એક જ બસમાં વધુ લોકોની ભીડ જોવા મળે છે. ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બીઆરટીએસમાં હોવાથી હાલાકીનો સામનો કરવો પડે છે તેમ નવી બસો વધવી જોઈએ તેવી માગ કરાઈ છે. બસોની સંખ્યા વધારો નહીંતર બધી બસો બંધ કરો. જો બસોની સંખ્યા નહીં વધે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો…ભારતમાં સસ્તુ થયું સોનું, ખરીદતા પહેલા જાણી લો નવી કિંમત
આ પહેલા પણ વિદ્યાર્થીઓએ તંત્ર સામે પત્ર લખીને અપીલ કરી હતી. ત્યારે વિવિધ માગ સાથેનો વિરોધને ઉગ્ર બનતો જોઈને મેયર પણ તત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને તેમણે આ સમસ્યા હલ કરવાની ખાતરી આપવામાં આવી હતી.