Surat, EL News
સુરતમાં છેલ્લા અમુક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે હવે હોર્ટ એટેકથી વધુ એક મોતની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. જાણીતા મહંત રાકેશ મહારાજના નિધનથી તેમના ભક્તોમાં શોકની લાગણી પ્રસરી છે.
મીડિયા અહેવાલ મુજબ, સુતરના ક્ષેત્રપાલ હનુમાન મંદિરના જાણીતા મહંત રાકેશ મહારાજને અચાનક છાતીમાં દુખાવો થયાની ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ મહંત રાકેશ મહારાજને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું. તેમના નિધનની ખબરથી ભક્તોમાં ગમગીની છવાઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા અમુક દિવસથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા સતત વધ્યા છે. તાજેતરમાં સુરતના ગીતાનગરમાં 42 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.
સચિન વિસ્તારમાં ટીવી જોતા જોતા બે લોકોને હાર્ટ એટેક આવતા મોત
આ પણ વાંચો… અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે,
ગીતાનગરમાં રહેતા રમાશંકર ત્રિવારી ઘરમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉપરાંત, થોડા દિવસ પહેલા સુરતના સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. અલગ અલગ સોસાયટીમાં રહેતા બે વ્યક્તિને ટીવી જોતા જોતા હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.