24.3 C
Gujarat
November 19, 2024
EL News

સુરત : નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના ફેઝ-૧ના કાર્યોનું લોકાર્પણ કરશે

Share
Surat :

સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.૧૦૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૧ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ.૯.૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-૨ ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રી ડ્રીમ સિટીના કુલ રૂ.૩૬૯.૬૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Measurline Architects
Click Advertisement To Visit

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને કારણે એક પૂરક તરીકે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માંગને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરી, જેને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ (DREAM સિટી લિમિટેડ) નામ આપવામાં આવ્યું.

આ પણ વાંચો… અમદાવાદના મેયરને કાઉન્સિલરે ગાયની પ્રતિકૃતિ આપી

આ ડ્રીમ સિટી તેના હિતધારકો માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે. હાલ ફેઝ-૧ અને ફેઝ-૨ સંબંધિત રૂ.૪૦૦  કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ઘટકોમાં રસ્તાઓ, યુટિલિટી ડક્ટ્સ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, ગટર નેટવર્ક, વરસાદી પાણીની ગટર વગેરેનો સમાવેશ થાય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તાલીમ કાર્યક્રમો યોજાશે

elnews

વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ એવોર્ડ્સ-2023નું આયોજન

elnews

અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ભમ’નું પોસ્ટર લૉન્ચ કરાયું, એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી દર્શાવતી આ ફિલ્મમાં સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં..

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!