Surat :
નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા મહુવા ખાતે લોખંડી પુરુષ તરીકે જાણીતા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ નિમિત્તે મેરેથોન દોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના 562 જેટલા દેશી રજવાડાનું અખંડ ભારતમાં એકત્રીકરણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ નડિયાદમાં થયો હોવા છતાં સમગ્ર ભારતને તેમણે કર્મભૂમિ બનાવી હતી.
તેમણે ખેડા, બોરસદ, બારડોલી જેવા વિસ્તારોમાં સત્યાગ્રહ કર્યા હતા. તેમના સન્માનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘ નું નિર્માણ કરી વિશ્વ સ્તરે ભારતનો ડંકો વગાડી દીધો છે . તેમની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહુવા તાલુકાના આસપાસના ગામના યુવાનોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો… ગાંધીનગર એસટી ડેપોને દિવાળીમાં રૂ.12.5 લાખની આવક . . .
જેમાં પ્રથમ ક્રમે અભિષેક ચૌધરી (ગામ-ડુંગરી ), દ્વિતીય ક્રમે વિશાલ પટેલ(ગામ-બોરીયા) તથા તૃતીય ક્રમે જૈનિશ પટેલ (ગામ – બિલખડી) વિજેતા થયા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહુવા ગ્રામપંચાયતના સભ્ય નિખિલભાઈ વ્યાસ, કિશોરભાઈ પટેલ, ઉપરાંત પોલીસકર્મી ટીમ, ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુનિલભાઈ પટેલ, દિપકભાઇ, ચિરાગભાઈ, યોગેશ પટેલે સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુવા તાલુકામાં સ્વયં સેવક તરીકે સેવા બજાવતા શિવમ વ્યાસ તથા શોભના પટેલ દ્વારા જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.