Surat, EL News
સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે વર્ષોથી ચાલતી આવતી દહીં હાંડી તોડવાની પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે આ વર્ષે સુરતમાં દહીહાંડી તોડવાના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની સૌથી મોટી દહીહંડી લિંબાયતના સંજયનગર સર્કલ ખાતે બનાવાશે. તેને ફોડવા માટે 22 જૂથોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 11 ગ્રૂપ દહીંહાંડી ફોડશે. દહીહંડી 35, 30 અને 25 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવશે અને તેને ફોડનારા ત્રણ જૂથોને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
સૌથી ઊંચી દહીહંડીની ઊંચાઈ 35 ફૂટ
સુરતના લિંબાયત વિસ્તારમાં યુથ ફોર ગુજરાત દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમિયાન સૌથી ઊંચી દહીહંડી બનાવવાની યોજના છે, જેની ઉંચાઈ 35 ફૂટ રહેશે. લિંબાયત વિસ્તારમાં આ યોજનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જન્માષ્ટમીના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, લિંબાયતમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારો રહે છે અને દહીહંડી કાર્યક્રમને લઈને દરેક જણ ઉત્સાહિત છે.
આ પણ વાંચો…અમદાવાદ: લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ!
દહીદંડી ફોડનાર જૂથને લાખોનું ઈનામ
યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે, આ વખતે જન્માષ્ટમીના કાર્યક્રમનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે કુલ 22 ટોળકી માટલી ફોડવા આવી રહી છે, જેમાંથી 11 ટીમો દહીંહાંડી ફોડશે અને અન્ય 11 ટીમો સલામી આપશે. માટલા તોડનાર પ્રથમ ટીમને 1.51 લાખ રૂપિયા, બીજાને 1.25 લાખ રૂપિયા અને ત્રીજાને 1.11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. પ્રથમ દહીહંડી 35 ફૂટ ઊંચી, બીજી દહીહંડી 30 ફૂટ ઊંચી અને ત્રીજી દહીહંડી 25 ફૂટ ઊંચી હશે.