Surat, EL News
સુરતના ડુમસ બીચની કાયાપલટ કરતા ડુમસ બ્રિજ ઈકો-ટૂરિઝમ પ્રોજેક્ટની કામગિરી વેગવંતી બની છે. આ પ્રોજેક્ટની કામગિરી સુરત પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. ઈકો-ટૂરિઝમ માટે 45.93 હેક્ટર બીચ વિસ્તાર વિકસાવવાની યોજના છે.
ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં તેમજ અગાઉ પણ આ પ્રોજેક્ટના વિકાસને લઈને નેતાઓએ વચનો આપ્યા છે. ભાજપ દ્વારા વિકાસને વેગવંતો બનાવવા અને સુરતમાં કાયાપલટ કરતા આ પ્રોજેક્ટ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટની ગ્રાન્ટ અગાઉ બે પ્રોજેક્ટમાં નક્કી કરાઈ હતી જેમાં પ્રથમ તબક્કાની અંદર 138 કરોડ અને બીજા તબક્કાની અંદર 68 કરોડ ગ્રાન્ટ આપવા માટે કહ્યું હતું. ત્યાર બાદ કામગિરી શરુ કરવામાં આવી હતી. હવે કોર્પોરેશને આ મોટા પ્રોજેક્ટના પ્રોપર પ્લાન માટે આ પ્રોજેક્ટને 4 ઝોનની અંદર વહેંચી દીધો છે.
આ પણ વાંચો…મીઠાઈ ખાવા માંગતા હોવ તો 15 મિનિટમાં મિઠાઈ તૈયાર કરો
ચાર ઝોન માસ્ટર પ્લાન પ્રમાણે આ રીતે વકસાવાશે
ઝોન 1માં અર્બન ઝોન હશે જ્યારે ઝોન 2માં પબ્લિક સ્પેશ ઈકો ઝોન હશે ઝોન 3માં ફોરેસ્ટ-ઇકો ટુરીઝમ અને વેલનેસ ફેસિલિટીને વિકસાવવામાં આવશે તો ઝોન 4ની અંદર ડુમસ પોર્ટ અને જેટીનો પુનઃવિકાસ યાચ ઝોન હશે.
આ પ્રોજેક્ટ માટે સુરતનગરપાલિકાને ગુજરાત સરકારની માલિકીની 78.99 હેક્ટર જમીન અને વન વિભાગને 23.07 હેક્ટર જમીન મળી છે. પાલિકાએ આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. જેમાં પ્રથમ ઝોનમાં શહેરી વિભાગમાં બે પેકેજ લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકાર પાસેથી 100 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે.