Surat, EL News
વરસાદી ઋતુ શરૂ થવાની સાથે જ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. શાકભાજી, ફળ-ફૂ્ટ, ડેરી પ્રોડક્ટ્સ સહિતની અનેક જરૂરી ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. હાલ દેશમાં ટામેટાં તેના ભાવ વધારાના કારણે ચર્ચામાં છે. ટામેટાંના ભાવમાં જંગી વધારો થતા સામાન્ય લોકો તેની ખરીદ કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે સુરતમાંથી ટામેટાંની ચોરીની એક આશ્ચર્ય પમાડે એવી ઘટના સામે આવી છે.
ટામેટાંની ચોરી કરતો શખ્સ સીસીટીવમાં કેદ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાંથી એક આશ્ચર્ય પમાડે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાપોદ્રા શાકભાજી માર્કેટમાં તાજેતરમાં શાકભાજીની ચોરીની એક ઘટના બની હતી,જેમાં એક શખ્સ ટામેટાં, રીંગણ, લસણ સહિતની વસ્તુઓની ચોરી કરે છે. આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ટામેટાં સહિત અન્ય શાકભાજીની ચોરી કરતા નજરે પડી રહ્યો છે. આ મામલે કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ટામેટાંના ભાવ પ્રતિ કિલો રૂ.150 સુધી પહોંચ્યા
આ પણ વાંચો… અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફયાસા
માહિતી મુજબ, હાલ કાપોદ્રા શાકભાજી માર્કેટમાં ટામેટાંના ભાવ પ્રતિ કિલો રૂ. 150 સુધી પહોંચ્યા છે, જેના કારણે લોકો ટામેટાંની ખરીદ કરવાનું ટાળી રહ્યા છે. આથી દુકાનદારોને પણ ટામેટાં વેચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વરસાદી માહોલમાં ટામેટાં ન વેચાતા તે જલદી બગડી જતા દુકાનદારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.