Surat, EL News
નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલી છે. જેમાં કેમ્બ્રિજનું બોગસ ડિગ્રી સર્ટિફિકેટ પણ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ચંદ્રયાન 3 ડિઝાઈન કર્યાનો દાવો કરીને મીડિયાની હેડલાઈન્સમાં આવેલા સુરતના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મિતુલ ત્રિવેદીએ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ડિગ્રી પણ બોગસ બનાવી હોવાનું સામે આવ્યું. સ્માર્ટફોનમાં જ બોગસ સર્ટિફિકેટ બનાવ્યું હોવાનો ખુલાસો થયો છે. એસઓજીએ આ મામલે મોબાઈલ જપ્ત કરીને તપાસ માટે એફએસએલમાં મોકલ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો…મેયર સહીતના નવા પદાધિકારીઓની કરવામાં આવશે નિમણૂંક
ફેબ્રુઆરી 2015માં કેમ્બ્રિજ યુનિવર્સિટીનું બોગસ ડીગ્રી સર્ટી બનાવ્યું. ઈસરોના બે બોગસ સર્ટિફિકેટ બનાવ્યા બાદ કેમ્બ્રિજનું સર્ટિ પણ બોગસ જ બનાવ્યું હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે.
ત ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક તપાસ બાદ ત્રિવેદીને કસ્ટડીમાં લઈને FIR નોંધ્યા બાદ તપાસમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. મિતુલ ત્રિવેદી ટ્યુશન ક્લાસ ચલાવે છે તેવી માહિતી બહાર આવી છે. ટ્યુશન માટે વધુ વિદ્યાર્થીઓ મેળવવા માટે તેણે પોતાની વૈજ્ઞાનિક તરીકેની ઓળખ આપી હતી અને આ મામલે જૂઠ પર જૂઠ કેના લામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં હજૂ પણ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે.