29.2 C
Gujarat
December 21, 2024
EL News

સુરત: મોપેડસવાર ચાર યુવકનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ

Share
 Surat, EL News

સુરતમાં જાહેર માર્ગો પર સ્ટંટ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિભાગ દ્વારા ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલ રૂમનો એક વોટ્સએપ નંબર 7984530537 પણ શરૂ કરાયો છે, જેના પર તાજેતરમાં એક જાગૃત નાગરિકે એક મોપેડ પર સવાર ચાર યુવકો સ્ટંટ કરતા હોવાનો વીડિયો મોકલ્યો હતો. જે બાબતે તપાસ કરવા માટે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં પોલીસ જાતે ફરિયાદી બની ગુનો નોંધાયો છે. સ્ટંટબાજ વાહનચાલકોને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે. .

Measurline Architects

મળતી માહિતી મુજબ, તાજેતરમાં એક જાગૃત નાગરિકે ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર એક વીડિયો મોકલ્યો હતો, જેમાં એક મોપેડ પર ચાર યુવકો બેસીને છૂટા હાથે મોપેડ ચલાવતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક મોપેડ પર ઊભો રહીને સ્ટંટબાજી કરે છે. જાહેર માર્ગ પર વાહન પર સ્ટંટ કરીને મોપેડસવાર યુવકો અન્ય નાગરિકોના જીવ પણ જોખમમાં મૂકે છે. આ વીડિયો સામે આવતા ટ્રાફિક પોલીસે વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાતે ફરિયાદી બની હતી.

આ પણ વાંચો… અમદાવાદમાં એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ

માહિતી મુજબ, મોપેડચાલક યુવકો વિરુદ્ધ આઈપીસી કલમ 279, 336 તથા મોટર વ્હીકલ એક્ટ કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા જાહેર માર્ગ પર સ્ટંટ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

જિલ્લાના નાગરિકો ૧૨ જાન્યુઆરી સુધી તાલુકા અને ૧૦ જાન્યુઆરી સુધી જિલ્લા કક્ષાએ અરજી કરી શકશે: સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

elnews

સુરત – 14 વર્ષનો કિશોર 9માં માળેથી પટકાતા મોત,

elnews

Banaskantha: નિલ ગાયો ની બંદૂક ના ભડાકે હત્યા..

elnews

Leave a Comment

error: Content is protected !!