28.7 C
Gujarat
December 22, 2024
EL News

સુરતઃ છેલ્લા 24 કલાકમાં કુલ ચાર આત્મહત્યા

Share
Surat, EL News

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના 4 અલગ-અલગ બનાવ સામે આવ્યા છે. શહેરનાં ઉના, વેસુ, રાંદેર અને અલથાણ-ભીમરાડ રોડ વિસ્તારમાં સગીર, બે મહિલા સહિત કુલ ચાર લોકો એ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. આ મામલે જે તે વિસ્તારની પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

PANCHI Beauty Studio

ઘટના-1

સુરતના અલથાણ-ભીમરાડ રોડ સ્થિત ઇકો પોઇન્ટમાં મૂળ હરિયાણાના 56 વર્ષીય પૂનમચંદ્ર રાઠી પરિવાર સાથે રહેતા હતા. દરમિયાન સવારે પૂનમચંદ્ર મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારે ભગવાન મહાવીર કોલેજ નજીક પૂનમચંદ્રે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે.

ઘટના-2 

સુરતના ઉના વિસ્તારમાં નાકા ખાતે ગેસ વેલ્ડિંગનું કામ કરતા 17 વર્ષીય સગીરે રાતના સમયે ઘરમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બીજા દિવસે જ્યારે મૃતકના ભાઈને આ મામલે જાણ થઈ તો શવને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે આપઘાત પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી.

આ પણ વાંચો…બાપુનગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે

ઘટના-3

શહેરના વેસુ વિસ્તારમાં આવેલી સ્વાગત ક્લિપટોનમાં 75 વર્ષીય ગીતાદેવી કાનોડિયા પરિવાર સાથે રહે છે. ગીતાદેવીએ ઘરના બીજા માળેથી ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. ગીતાદેવીને સારવાર અર્થે સિવિલ લઈ જવાયા હતા. જ્યારે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, ગીતાદેવી ઘણા સમયથી બીમાર હોવાની સાથે ચાલવામાં પણ તકલીફ અનુભવતા હોવાથી કંટાળીને આ પગલું ભરી હોવાનું મનાઈ રહ્યું છે.

ઘટના-4 

સુરતના રાંદેરમાં આવેલા તુલસી ભવન એપાર્ટમેન્ટમાં કૈલાસબેન પટેલ (ઉં.વ. 63)એ રહે છે. દરમિયાન કૈલાસબેને અગમ્ય કારણોસર ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જો કે, તેમની આત્મહત્યા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. આમ, શહેરમાં અલગ-અલગ 4 બનાવમાં નાગરિકોએ આપઘાત કરી જીવનલીલા સંકેલી લીધી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

શહેરા નગરના આકેડીયા ગામના વચ્છેસર તળાવ પાસેથી ગૌમાસ 800 કિલો જથ્થો પકડાયો…

elnews

ઓગસ્ટના અંતે ભારે વરસાદની શક્યતા નહીંવત, જાણો હવામાન

elnews

અદાણી ગૃપના યોગ ઇન્સ્ટ્રક્ટરે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

elnews

Leave a Comment

error: Content is protected !!