Surat :
પલસાણા તાલુકા ના તુંડી ગામની સીમમાં આવેલ શ્રી હરિ ફાર્મ હાઉસમાં જુગાર રમતા 11 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો.
સુરત જિલ્લા એલસીબી ની ટીમ શુક્રવારે રાત્રે પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના ગામની સીમમાં આવેલા શ્રી હરિ ફાર્મ હાઉસના મકાનમાં બારડોલી નો સોહેલ ઉર્ફે લંગડો કમરૂદ્દીન શેખ તથા ફાર્મ હાઉસ માલિક બહારથી માણસો બોલાવી જુગાર રમે છે.
આ પણ વાંચો… વડોદરામાં કેજરીવાલના કાર્યક્રમ પર પાલિકાના એક્શન
આ બાતમીના આધારે પોલીસે છાપો મારી સ્થળ પર જુગાર રમી રહેલા વંશરાજ રામમિલન શર્મા, સોહેલ ઉર્ફે લંગડો કમરૂદ્દીન શેખ, ફિરોઝ ખાન અહમદ ખાન પઠાણ, સાજીદ મુસા દુધાત, અક્રમ ફારુક પટેલ, મન્સૂર વેલજી પરખતાણી, મુકેશ કાંતિલાલ સિંહા, જ્ઞાનેશ્વર અરુણ મહાજન, ધવલ દીપક પ્રજાપતિ, પ્રિતેશ સિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને કરીમ પ્યાર અલીની ધરપકડ કરી હતી પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 1,55,420, મોબાઈલ ફોન 12 નંગ કિંમત રૂપિયા 1,47,500, ત્રણ ફોરવીલ કાર કિંમત રૂપિયા 11,00,000 મળી ફૂલ 14 લાખ 2હજાર 420 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.