Studio45, જે અમદાવાદમાં એવોર્ડ વિજેતા અને પ્રતિષ્ઠિત ડિજિટલ માર્કેટિંગ એજન્સી છે તેણે તેના કર્મચારીઓને તેમના છેલ્લા એક વર્ષ દરમિયાન કરેલી કામગીરી અને સખત પરિશ્રમ માટે સન્માનિત કરવા એવોર્ડ નાઈટનું આયોજન કર્યું હતું.
તાજ સ્કાયલાઇન ખાતે યોજાયેલી એવોર્ડ નાઇટમાં Studio45ના બેસ્ટ એમ્પ્લોઇઝને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. એમ્પ્લોયઇઝ અને સિનિયર મેનેજમેન્ટે આનંદ અને ખુશીના માહોલમાં પોતાની અંદર છુપાયેલા ટેલેન્ટની રજૂઆત કરવા માટે બોલિવૂડ તડકા ઇવેન્ટ જેવી કે- ડાન્સિંગ, એક્ટિંગ અને અન્ય એક્ટિવિટીમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો…સુરતઃ રાંદેેર- ચારીત્ર પર શંકા રાખીને, પૂર્વ પતિએ પત્નીને HIV પોઝીટીવ લોહીનું ઈન્જેક્શન માર્યુ
Studio45ના ડિરેક્ટર નિતેશ રાણપુરાએ જણાવ્યું કે, “Studio45, ખાતે અમારા માટે, કર્મચારીનું કલ્યાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે કામ કરતી વખતે અમારા સો ટકા પ્રયત્નો કરીએ છીએ પરંતુ અમે એ વાતમાં પણ માનીએ છીએ કે વ્યક્તિ અથવા સંસ્થા તરીકે વિકાસ કરવા માટે વર્ક-લાઇફમાં સંતુલન જરૂરી છે. એવોર્ડ નાઈટ એ કર્મચારીઓના મહત્વ અને Studio45ના વિકાસમાં તેમના યોગદાનની સ્વીકૃતિ છે. સમગ્ર ટીમની સામે સન્માન મેળવવું એ કર્મચારીઓ માટે એક વિશાળ મનોબળ અને આત્મવિશ્વાસ વધારનાર પરિબળ છે અને તેમને વધુ કાર્યક્ષમતાથી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરશે. અને હેપ્પી એમ્પ્લોઇઝનો અર્થ હેપ્પી ક્લાયન્ટ થાય છે જે છેવટે હેપ્પી કંપનીમાં રૂપાંતરિત થાય છે અને તે જ બનવાની અમે ઈચ્છા રાખીએ છીએ.”
તે માત્ર એવોર્ડ વિજેતાઓ માટે જ નહીં, જેમને આ ઇવેન્ટમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, પણ સમગ્ર ટીમ માટે યાદગાર સાંજ હતી કારણ કે તેમણે શરમ રાખ્યા વગર સિંગિંગ, ડાન્સિંગ અને સેલિબ્રેશનનો આનંદ માણ્યો હતો. Studio45 એ અગ્રણી ડિજિટલ માર્કેટિંગ કંપની છે જે SEO (સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન) Google જાહેરાતો અને સોશિયલ મીડિયા માર્કેટિંગ સહિતની સર્વિસનો સંપૂર્ણ ગુલદસ્તો પ્રદાન કરે છે. તેની અન્ય સર્વિસિસમાં વેબસાઈટ ડેવલપમેન્ટ, ઈ-કોમર્સ ડેવલપમેન્ટ, વર્ડપ્રેસ વેબ ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. તેણે વર્ષોથી ઘણા વિનિંગ કેમ્પેઇન અને સ્ટ્રેટેજીસ આપી છે, જે અસંખ્ય ક્લાયન્ટને તેમના વ્યવસાયને વધારવામાં મદદ કરે છે.