Ahmedabad :
અમદાવાદના દાણીલિમડા વિસ્તારની અંદર આજે જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ મોનિટરીંગની ટીમે અચાનક જ દરોડા પાડતા આ જુગારધામ રંગે હાથે પકડાયું છે. ત્યારે આ જુગારધામની અંદર 1.72 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે.
સ્ટેટ મોનિટરીંગ ટીમે દરોડા પાડતા સ્થાનિક પોસીસ શું કરતી હતી તેને લઈને પણ સવાલ ઉભા થયા છે. કેમ કે, મોટું જુગારધામ પોલીસની રહેમ નજર સિવાય કેવી રીતે ચાલી શકે છે. તેને લઈને સવાલો ઉભા થયા છે અને જો સ્ટેટ મોનિટરીંગની ટીમ જ્યારે ત્રાટકી ત્યારે સ્થાનિક પોલીસ શું કરતી હતી. આમ સ્થાનિક દાણીલિમડા પોલીસ પણ શંકાના દાયરામાં આવી છે. દાણીલિમડા પોલીસની કામગિરી શંકાના ઘેરામાં આવી છે. શું પોલીસની રહેમ નજર હેઠળ જુગાર ધામ ધમધમી રહ્યું હતું. જેથી સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ પગલા લેવાઈ શકે છે.
આ પણ વાંચો… દરરોજ સવારે આદુનું પાણી પીવાથી મળશે તમને વિવિધ લાભ, જાણો વિસ્તારથી
દાણીલિમડા શાહ આલમ ટોલ નાકા પાસે સ્ટેટ મોનિટરીંગ ટીમે આ કડક કાર્યવાહી કરી 18 જુગારીઓની ધરપકડ કરી છે રોકડ રકમ સહીતનો 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર આ મામલે મુખ્ય આરોપીઓમાં મનીષ સરગાડા અને ભાઈલાલ ઓડને વોન્ટેટ જાહેર કરવામાં આવ્યા છે.