28.7 C
Gujarat
December 22, 2024
EL News

ઉછીના રૂપિયા લઈ શરૂ કરી ઈનવેસ્ટમેન્ટ કંપની

Share
Business, EL News

નાનપણમાં ક્રિકેટર બનવાનું સપનું જોનાર કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) ના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટક (Uday Kotak) ઈજાના કારણે ક્રિકેટર બની શક્યા નથી, પરંતુ બિઝનેસ પિચ પર ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યા છે. એક સમયે કોટન ટ્રેડિંગ કરતા ઉદયને તેમનો પારિવારિક વ્યવસાય બહુ ગમતો ન હતો. તેમણે પરિવારથી દૂર રહેવાનું પસંદ કર્યું. મિત્રો અને પરિવારજનો પાસેથી 30 લાખ રૂપિયા ઉછીના લીધા અને ઈન્વેસ્ટમેન્ટ કંપની ખોલી. તેના પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ફોર્બ્સ રિચ લિસ્ટ (Forbes rich list 2023) મુજબ આજે તેઓ ભારતના દસમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ (Uday Kotak Net Worth) 1.15 લાખ કરોડ રૂપિયા ($14.80 બિલિયન) છે. તેઓ ભારતના સૌથી ધનિક બેંકર છે.

PANCHI Beauty Studio

ઉદય કોટકનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે મુંબઈની સિડનહામ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેના પછી તેમણે જમનાલાલ બજાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી MBA કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ઉદય તેમના પરિવારના કપાસના વેપારના બિઝનેસમાં જોડાયો. પરંતુ, તેમનું મન તેમના પારિવારિક વ્યવસાયમાં લાગ્યું ન હતું. તેમણે વર્ષ 1985માં પરિવાર અને મિત્રો પાસેથી 30 લાખ રૂપિયા ભેગા કરીને એક ઈન્વેસ્ટમેન્ટ કંપની ખોલી. બાદમાં તેમણે મહિન્દ્રા ગ્રુપ સાથે ભાગીદારી કરી અને આ કંપનીનું નામ કોટક મહિન્દ્રા ફાઈનાન્સ થઈ ગયું. ઉદય કોટકે ધીમે ધીમે તેમનો પોર્ટફોલિયો સ્ટોક બ્રોકિંગ, ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, ઈન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં વિસ્તાર્યો.

આ પણ વાંચો…અમિત શાહના નિવાસસ્થાનની સુરક્ષા વધારવામાં આવશે

2023માં મળ્યું બેન્કિંગ લાઈસન્સ

ઉદય કોટકને વર્ષ 2003માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી બેન્કિંગ લાઈસન્સ મળ્યું અને આ રીતે કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત થઈ. આજે કોટક મહિન્દ્રા બેંકની ગણના ભારતની પ્રમુખ ખાનગી બેંકોમાં થાય છે. આજે કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી 3.78 લાખ કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે, કોટક મહિન્દ્રા બેંકે પણ કોરોના મહામારી દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું. ઉદય કોટકે જોખમવાળા સેક્ટરને ક્યારેય પણ ખુલીને લોન નથી આપી. આ જ કારણ હતું કે સંકટના સમયમાં પણ બેંકનું પ્રદર્શન સારું રહ્યું હતું.

પહેલી નજરમાં પ્રેમ

ઉદય કોટકે પલ્લવી કોટક સાથે લગ્ન કર્યા છે. ઉદય પલ્લવીને 1985માં મળ્યા હતા. પહેલીવાર મળ્યાના બે મહિના પછી ઉદયે પલ્લવી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ઉદયને બે પુત્રો છે. તેમનો પુત્ર જય હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો સ્નાતક છે અને 2017થી કોટક મહિન્દ્રા બેંકમાં જ કાર્યરત છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ફક્ત 3 મહિના કામ કરીને કરોડપતિ બની જાય છે લોકો,

elnews

મોદી સરકારે પ્રાઈવેટાઈઝેશનથી પ્રાપ્ત કરી તગડી રકમ

elnews

પૂનાવાલા ફિનકોર્પના શેર રૂ. 450 સુધી જઈ શકે છે, રેટિંગ અપગ્રેડ

elnews

Leave a Comment

error: Content is protected !!