Business :
આજના સમયમાં એવા ઘણા લોકો છે જેઓ નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. પરંતુ નવો બિઝનેસ શરૂ કરવામાં ઘણી સમસ્યાઓ આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ તહેવારોની સિઝનમાં કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારી કેટલીક સમસ્યાઓ દૂર કરીશું. આપને જણાવશું કે દિવાળી દરમિયાન તમારે કયો ધંધો કરવો જોઈએ. જેથી કરીને તમે સારા રૂપિયા કમાઈ શકો.
પાણીના દીવા વેચો
મેક ઇન ઇન્ડિયા હેઠળ ઘણા સ્ટાર્ટઅપ્સે દિવાળી પર બજારમાં પાણીમાં સળગતા દીવા લોન્ચ કર્યા છે, જે વીજળી અને તેલ વિના બળે છે. આ દીવાઓમાં પાણી રેડતા જ તે સળગવા લાગે છે. હકીકતમાં આ લેમ્પ્સમાં નાના સેલ લગાવવામાં આવ્યા છે, જેમાં સેન્સર સાથે લાઈટ જોડાયેલ છે. આ દીવાઓ પાણીના સંપર્કમાં આવતાની સાથે જ તે ચમકવા લાગે છે. જો તમે તેને દિલ્હી, મુંબઈ અથવા મોટા શહેરોમાંથી તેને ખરીદી લોકલ માર્કેટમાં વેચશો તો તમે સારું નફો કમાઈ શકો છો. સથે જ તમારા ગ્રાહકોને નવી પ્રોડક્ટ પણ આપી શકો છો.
રંગો વગર તહેવાર ફિક્કા
રંગ એ સુખની ઓળખ છે. રંગ લોકોના જીવનમાં ઘણી ખુશીઓ લાવે છે. દિવાળી, હોળી, નવરાત્રી આ બધા તહેવારોમાં રંગોનો સારી રીતે ઉપયોગ થાય છે. તેમના વિના હોળી કે દિવાળી નિરસ લાગે છે. આવી સ્થિતિમાં જો તમે પણ રંગોળી બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમે તેમાં એક નાનો પ્લાન્ટ લગાવીને લાખો રૂપિયા કમાઈ શકો છો.
આ પણ વાંચો… હેલ્થ ટીપ્સઃ રાત્રે દાળ અને ભાત ખાવાના જબરદસ્ત ફાયદા
ડેકોરેટિવ લઈટ્સની ડિમાંડ વધી
દિવાળીના અવસર પર આવી ડેકોરેટિવ લાઈટોની ખૂબ માંગ હોય છે. ખાસ વાત એ છે કે આ લાઇટ્સનો બિઝનેસ તમને માત્ર દિવાળી પર જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ કમાણી કરવાની તક આપશે. દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થશે, પછી ક્રિસમસ અને નવા વર્ષ પર તેની ભારે માંગ રહે છે, એટલે કે આ બિઝનેસ શરૂ કરવાની આ એક મોટી તક છે.
કપડાનો બિઝનેસ
જો કે કપડાનો ધંધો શરૂ કરવામાં થોડું મોડું થઈ ગયું છે, પરંતુ તેમ છતાં જો તમે હજી પણ આ શરૂ કરો છો તો તમે દિવાળીમાં સારો નફો કમાઈ શકો છો. આ બિઝનેસનો ફાયદો એ પણ છે કે તમે તેને ઓછા રોકાણથી શરૂ કરી શકો છો.