25.8 C
Gujarat
December 21, 2024
EL News

ફેસ્ટિવ સીઝનમાં શરૂ કરો બિઝનેસ, થશે લાખો રૂપિયાનો નફો

Share
Business :

જો તમે તમારી નોકરીની સાથે ઘરે બેસીને કોઈ સાઈડ બિઝનેસ કરવા ઈચ્છો છો તો ફેસ્ટિવ સિઝનમાં ડિસ્પોઝેબલ પેપર કપનો બિઝનેસ કરી શકાય છે. આ સમયે તેમની માંગ પણ ઘણી વધારે છે. તહેવારો, પાર્ટીઓ અને ઉજવણીઓમાં તેમની ખૂબ માંગ હોય છે. લોકોએ પ્લાસ્ટિકના કપ અને ગ્લાસનો ઉપયોગ પહેલા કરતા ઘણો ઓછો કર્યો છે. તેથી ડિસ્પોઝેબલ આઈટમ વેચીને તમે સારા રૂપિયા કમાણી કરી શકો છો.

આ બિઝનેસ શરૂ કરવા માટે તમને કેન્દ્ર સરકારની પણ મદદ મળશે. સરકાર દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે સતત આહવાન કરી રહી છે અને તેને લઈને અનેક નિયંત્રણો પણ લાદી રહી છે. આ દિશામાં સરકાર પેપર કપના બિઝનેસને ટેકો આપી રહી છે જેથી પ્લાસ્ટિકના ગ્લાસ અને પ્લેટ પર લોકોની નિર્ભરતા ઓછી થઈ શકે. સરકારે થોડા અપવાદો સાથે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યા પછી પેપર કપની માંગ આસમાને પહોંચી છે.

Measurline Architects
Click Advertisement To Visit
કેવી રીતે કરવી શરૂઆત

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 500 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. તમારે કેટલાક નાના-મોટા મશીનો ઇન્સ્ટોલ કરવા પડશે. નાના મશીનોથી એક સાઈઝ અને મોટી મશીનથી અલગ-અલગ સાઈઝના કપ તૈયાર કરી શકાય છે. તમને 1-2 લાખ રૂપિયામાં નાના મશીનો મળશે. તમે આ મશીનો દિલ્હી, હૈદરાબાદ, આગ્રા અને અમદાવાદથી ખરીદી શકો છો. કાચા માલમાં તમારે કાગળની રીલ અને બોટલ રીલની જરૂર પડશે. તેની કિંમત 90-100 રૂપિયા પ્રતિ કિલો છે. આ બિઝનેસ શરૂ કરવા માટે લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

 

આ પણ વાંચો… આ રીતે ઘરે જ તૈયાર કરો હેલ્ધી પિઝા બેઝ, સ્વાદમાં વધારો થશે

કેટલી થશે કમાણી

તમે વર્ષમાં 300 દિવસ કામ કરતા 2.20 કરોડ પેપર કપ બનાવી શકો છો. તેની કિંમત કપ અથવા ગ્લાસ દીઠ 30 પૈસા છે. આ રીતે તમે દરેક બમ્પર કમાણી અને નફો મેળવી શકો છો.

સરકાર પાસેથી કેવી રીતે મળશે મદદ

અમે ઉપર જણાવ્યું તેમ સરકાર પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, તેથી પેપર કપ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તમને મુદ્રા લોનથી સસ્તા વ્યાજ દરે લોન આપે છે. તમારે બિઝનેસના ખર્ચના માત્ર 25 ટકા જ તમારી તરફથી કરવા પડશે, જ્યારે તમને બાકીની રકમ મુદ્રા લોનમાંથી મળશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઉછીના રૂપિયા લઈ શરૂ કરી ઈનવેસ્ટમેન્ટ કંપની

elnews

1000% ડિવિડન્ડ આપતી આ કંપનીના શેર 5000 રૂપિયાને પાર

elnews

તહેવારોની સિઝનમાં ઘર ખરીદવું થશે સસ્તું, આ ખાસ સ્કીમ

elnews

Leave a Comment

error: Content is protected !!