EL News
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી મહિસાગર દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે તા.૨૧/૦૮/૨૦૨૩ થી તા.૨૯/૦૮/૨૦૨૩ સુધી જિલ્લાની ઈનસ્કૂલ યોજનાની શાળાઓ માં ખેલ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક શાળામાં ૩૦મી દોડ, ૫૦મી દોડ, રસ્સાખેચ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, તીરંદાજી, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેકવેન્ડો, વોલીબોલ વિગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. વિજેતા થયેલા ખેલાડીઓ ને રાષ્ટ્રીય ખેલ દિવસ ની ઉજવણી માં ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…સંસદનું વિશેષ સત્ર, 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે 5 બેઠકો યોજાશે
મહિસાગર જિલ્લા માં બાલાસિનોર તાલુકામાં કરુણા નિકેતન હાઇસ્કૂલ માં રાજ્ય સરકાર દ્વારા ઈનસ્કૂલ યોજના ચલાવવામાં આવે છે જેમાં હેન્ડબોલ અને બાસ્કેટબોલ રમતની તાલીમ આપવામાં આવે છે.
વિરપુર તાલુકામાં ડિઝાઇન વિદ્યા સંકુલ ખાતે ટેકવેન્ડો રમત ની તાલીમ આપવામાં આવે છે, ખાનપુર તાલુકામાં નીલકંઠ વિદ્યા સંકુલ માં તીરંદાજી રમતની તાલીમ આપવામાં આવે છે, લુણાવાડા તાલુકામાં સરદાર પટેલ હાઇસ્કૂલ માં વોલીબોલ અને જૂડો રમતની તાલીમ આપવામાં આવે છે, અને સંતરામપુર તાલુકામાં મુરલીધર હાઇસ્કૂલ માં તીરંદાજી અને ટેબલ ટેનિસ રમતની તાલીમ નિષ્ણાત ટ્રેનરો દ્વારા આપવામાં આવે છે